જો અમારી સરકાર બનશે તો તમારા ભાઈ તરીકે તમારા પરિવારને જવાબદારી લઈશ : અરવિંદ કેજરીવાલ

આગામી ઐતિહાસિક વિધાનસભાની ચૂંટણીમાં આવે માત્ર થોડાક જ દિવસો બાકી રહી ગયા છે અને આમ આદમી પાર્ટી જનતાના મુદ્દાને લઈને સતત લોકોની વચ્ચે જઈ રહી છે. આજે ગુજરાતમાં જે પરિવર્તનની હવા વહી રહે છે તેનો સૌથી મોટો શ્રેય આ માનવી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની જાગૃત જનતાને જાય છે. આમ આદમી પાર્ટી અવારનવાર યાત્રા, ડોર ટુ ડોર રજીસ્ટ્રેશન કેમ્પેન, પદયાત્રા અને રોડ શો જેવા કાર્યક્રમોનું આયોજન કરીને જનતાની વચ્ચે જઈ રહી છે.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુઘી તમામ લોકોને મહેનત કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અરવિંદ કેજરીવાલ ગુજરાતના વિવિધ શહેરોમાં મોટા મોટા રોડ શો કરી રહ્યા છે અને આજે પણ અરવિંદ કેજરીવાલે જુનાગઢ, કેશોદ અને માંગરોળમાં આયોજિત રોડ શોમા ભાગ લીધો હતો.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોને એટલો પ્રેમ મળી રહ્યો છે કે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે. તમારા પરિવારનો ભાગ માન્યો છે. તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારને જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રાસે છે.

મોંઘવારી આટલી વધી ગઈ છે કે લોકો ગુજરાત નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી એક માર્ચથી તમારું વીજળી બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ 0 આવવા લાગશે. દિલ્હીમાં લોકોને 24 કલાક વીજળી મળે છે અને તેમનું વીજળીનું બિલ જીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે ત્યાં પણ વીજળી નું બિલ જીરુ આવે છે અને વીજળી 24 કલાક મળે છે. અને ગુજરાતમાં પણ અમે 24 કલાક વીજળી આપીશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*