દેશમાં કોરોના નો કાળો કહેર વર્તી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ 28 જાન્યુઆરીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દાવોસ ડાયલોગ્સને કરેલા સંબોધન નો રિપોર્ટ વાયરલ થયો છે. પ્રધાનમંત્રીએ કહેલું કે, કોરોના ના કારણે ભયંકર ખાનાખરાબી સર્જાશે છે.
એવી આગાહી વચ્ચે ભારત માત્ર કોરોનાને હરાવવામાં સફળ થયું નથી પણ આ લડતમાં દુનિયાના 150 દેશોને મદદ પણ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતમાં કોરોના ના કેસો સતત ઘટી રહ્યા છે. વિશ્વની 18 ટકા વસ્તી ભારતમાં રહે છે છતાં અમે માત્ર અમારી સમસ્યાનો ઉકેલ જ નથી લાવી દીધો પણ આખી દુનિયાને રોગચાળા સામે લડવામાં મદદ કરી છે.
જાન્યુઆરીમાં કેસો ઝડપથી ઘટી રહ્યા હતો તો અત્યારે તેનાથી પણ વધારે ઝડપથી કેમ વધી રહ્યા છે? લોકો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે મોદી સાહેબે ફેંકાફેંક કરવા બદલે કોરોના સામે લડવાનું ધ્યાન આપ્યું હોત તો આ હાલત ના હોત.
દેશમાં ૨૪ કલાક દરમિયાન સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં 773 થયા અને તે બાદ દિલ્હીમાં 348, છત્તીસગઢમાં 219, ઉત્તર પ્રદેશમાં 196.
ગુજરાતમાં 142, કર્ણાટકમાં 190, પંજાબમાં 75, મધ્યપ્રદેશમાં 74 લોકોના મોત થયા હતા. આઠ રાજ્યોમાં કુલ 2017 મોત થયા છે જે કુલ 2620 મોતના 76.98 ટકા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment