ગુજરાતીઓ ટ્રાફિક નિયમો તોડયા તો થઈ જશો ઠન ઠન ગોપાલ, જાણો શું કરવા જઈ રહી છે ગુજરાત પોલીસ…

ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને હજુ પણ કોરોના ની બીજી લહેર યથાવત છે પરંતુ કોરોના ના કેસ માં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના કાળ પછી બેદરકાર બનેલા શહેરીજનોને ચેતી જવાની જરૂર છે. કારણકે હવે કોરોનાની મહામારી માં ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો ભરવો પડશે દંડ.

મળતી માહિતી મુજબ ચાલુ વર્ષ કોરોના કાળમાં થોડાક સમય માટે ઇ-ચલણ બંધ કરાયું હતું છતાં પણ પોલીસે 45 કરોડ રૂપિયા દંડ શહેરીજનો પાસે વસૂલ્યો છે.

આ ઉપરાંત અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ ઈ ચલણ આપવાની કામગીરી ને પરિવાર પહેલેથી જેમ વેગવાન બનાવી છે. હાલમાં મળતી માહિતી મુજબ 2000 થી 2500 ઈચલન ટ્રાફિકના નિયમનો ભંગ કરતા લોકોને મોકલવામાં આવશે.

આ ઉપરાંત સીટબેલ્ટ કર્યા વિના, હેલ્મેટ વગર, ત્રણ સવારી અને રોંગ સાઈડ વાહન ચલાવનાર લોકો સામે પોલીસ કાર્યવાહી શરૂ કરશે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ 28મી જુલાઈની એક જ દિવસની વાત કરીએ તો 2369 ઇ-ચલણ જનરેટ કરવામાં આવ્યા હતા.

જેના દંડની રકમ જોઈએ તો 1.57 લાખ થઈ છે. તેમજ મળતી માહિતી મુજબ શહેરમાં દરરોજ એક લાખથી વધુ રકમ વસુલવામાં આવે છે.

એટલો બધો દંડ વસૂલવા છતાં પણ અમુક શહેરોમાં શહેરીજનો ટ્રાફિક નિયમનું પાલન નથી કરતા. ત્યારે આગામી દિવસોમાં ટ્રાફિક વિભાગ POS મશીન સાથે રોડ પર ઊભા રહીને બાકી રહેલા ઇ-ચલણ ની રકમ વસુલ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*