IPL 2022 ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભારતના બધા જ ઘરોમાં ઉત્સાહપૂર્વક દરેક મેચનો આનંદ માણવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધી રમાયેલી તમામ મેચો પણ ખૂબ જ શાનદાર હતી. ત્યારે ગઈ કાલની વાત કરીએ તો બંને નવી ટીમો વચ્ચે ખુબ જ મજેદાર મેચ રમાઇ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સ ની જીત થઈ છે.
મેચ ની વાત કરીએ તો, ટોસ જીતીને ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા એ પોતાની જીતની પહેલ કરી હતી. લખનઉની ટીમે ગુજરાત ટીમને 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ખુબ જ ઉત્સાહપૂર્વક મેચ રમાઈ હતી. રાહુલ તેવટિયાની ધમાકેદાર ઇનિંગના કારણે ગુજરાત ટાઇટન્સ ને જીત મળી હતી. તમે જાણતા જ હશો કે ગુજરાત ટીમે 2 વિકેટ જલ્દી ગુમાવી દીધી હતી, પરંતુ હાર્દિક પડ્યા એ ઇનિંગ સંભાળી લીધી હતી.
સમગ્ર મેચમાં હાર્દિક પંડ્યા ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે સમગ્ર ટીમ તેના નેતૃત્વ હેઠળ રમી રહી હતી. આ સમયે તેણે બેટિંગની સાથે બોલિંગ પણ કરી હતી. તમને જણાવી દઈએ કે તેણે ટી-20 વર્લ્ડકપ દરમિયાન બોલિંગ કરી ન હતી ત્યારે ઘણા સવાલો ઊભા થયા હતા. પરંતુ આઈપીએલ દરમિયાન બોલિંગ કરીને તેને આ સમગ્ર સવાલોના જવાબ આપ્યા છે.
ભૂતપૂર્વ ક્રિકેટર વસિમ જાફરે તેના મંતવ્યો જણાવતા કહ્યું છે કે, ગુજરાત ટાઇટન્સનર ટ્રોફી જીતવી હોય તો હાર્દિક પંડયાના સ્પેલની ત્રણ કે ચાર ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કેમ કે તેણે આ મેચ દરમિયાન ચાર ઓવરમાં એકપણ વિકેટ લીધી ન હતી. આ ઉપરાંત વસીમ જાફરે એ પણ જણાવ્યું હતું કે,
જો હાર્દિક પંડ્યા એ ઇન્ડિયા ટીમમાં ફરી સ્થાન મેળવવું હોય તો તેઓએ તેમનું શાનદાર પ્રદર્શન આપવું પડશે.આ ઉપરાંત નવી બનેલી ગુજરાત ટાઇટન્સ ટીમની આ પ્રથમ જીત થી સમગ્ર ગુજરાતીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. અને આવી રીતે અન્ય મેચોમાં પણ જીત મેળવે તેવી ગુજરાતીઓ પ્રાર્થના કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment