આસામમાં ભાજપે હિંમત બિશવા સરમાને ટીકીટ આપતા ભાજપ ચૂંટણી પછી સરમાંને મુખ્યમંત્રી બનાવશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે. સરમાએ 1 વર્ષ પહેલા હાઇ કમાન્ડને પત્ર લખીને કહી દીધુ કે, પોતે વિધાનસભાની ચૂંટણી કાઠી લડવા માગતા.
તેથી પોતાના નામ નો વિચાર ન કરે અને ભાજપે એ છતાં સરમાંને ટિકિટ આપી છે એ સૂચક છે.આસામમાં અત્યારે સર્બાનંદ સોનોવાલ મુખ્યમંત્રી છે છતાં ભાજપ જીતશે તો ફરી તે મુખ્યમંત્રી બનશે એવી જાહેરાત ભાજપ કરી નથી એ પણ સૂચક છે.
ભાજપમાં એવી ચર્ચા છે કે વિધાનસભાની ચૂંટણી પછી સોનેવાલ ને રાજ્યસભાના સાંસદ બનાવીએ મોદી સરકારમાં પ્રધાન બનાવશે જ્યારે સરમાંને મુખ્યમંત્રી પદ અપાશે.
સૂત્રોના મતે સરમાએ ચૂંટણી નહીં લડવા નું પત્ર લખીને આ હાઇકમાન્ડ નું નાક દબાવ્યું હતું આ દાવો ચાલી ગયો છે.મૂળ કોંગ્રેસી સરમા 2015 માં ભાજપમાં જોડાયા હતા અને 2016માં ભાજપને આસામમાં સત્તા અપાવવામાં.
તેઓએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. અમિત શાહની નજીક મનાતા આ વ્યક્તિ ત્યારે મુખ્યમંત્રી પદ ઈચ્છતા હતા પણ નરેન્દ્ર મોદીની અનિચ્છા ના કારણે લટકી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment