ગુજરાતની દરેક વ્યક્તિ, બાળકો-વૃદ્ધો, સ્ત્રી-પુરુષો દરેક જણા આવે ગુજરાતમાં પરિવર્તન ઈચ્છે છે. ગુજરાતના કોઈપણ ખૂણે જાઓ, કોઈપણને પૂછો, લોકો આજ વાત કહે છે કે અમે 27 વર્ષથી થાકી ગયા છીએ હવે અમે પરિવર્તન જોઈએ છે. વેલા લોકો પાસે કોઈ યોગ્ય વિકલ્પ ન હતો પરંતુ હવે ગુજરાતની જનતા એક મહાન વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પરિવર્તનની આશા સાથે જોઈ રહી છે. આમ આદમી પાર્ટીની જનતા માટે કામ કરવાની રાજનીતિ અને જનતાના નિર્ણય પ્રમાણે નિર્ણય લેવાની રીત, ગુજરાતની જનતાને પસંદ આવી રહી છે. જનતાના અભિપ્રાય મુજબ, ઈશુદાન ગઢવી ને આ માનવી પાર્ટીનો મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાનો નિર્ણયમાં ગુજરાતના જનતાએ ઘણો વધાર્યો છે. ગુજરાતમાં ચાલી રહેલા પરિવર્તનની આંધીને આગળ વધારવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ માદવી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમા ભાગ લીધો.
આ માનવી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શોમાં હાજર લોકોને સંબોધતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ બન્યો છે, બહુ તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારને જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાત નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી એક માર્ચથી તમારું વીજળી બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્હીમાં લોકોને 24 કલાક વીજળી મળે છે. તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં અમારી સરકાર બન્યા બાદ ત્યાં 24 કલાક વીજળી મળે છે અને ત્યાંના લોકોનું વીજળીનું બિલ જીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment