આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ મીડિયા અને સંબોધતા જણાવ્યું કે, થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે મારા વિરુદ્ધમાં NCWએ એક નોટિસ નીકળી છે. અત્યાર સુધી મને આ નોટિસ મળી નથી. પરંતુ હું કાનૂનમાં માનવા વાળો એક નાગરિક છું એટલા માટે મેં એ ના વિચાર્યું કે હજુ સુધી મને નોટિસ મળી નથી અને હું નેશનલ કમિશન ઓફ વુમન ની સામે પોતાનો પક્ષ રજૂ કરવા માટે હાજર થયો. મને અત્યાર સુધી ખબર જ ન હતી કે કયા કારણોસર મને નોટિસ મળી છે.
ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે જ્યારે હું કમિશન ઓફિસ ગયો ત્યારે મારી સાથે વકીલો હતા તેમને રોકવામાં આવ્યા. મને જણાવવામાં આવ્યું કે કમિશનનો કાનૂન છે કે કોઈ વકીલ સાથે નહીં આવી શકે. તો મેં તેમને જણાવ્યું કે બંધારણમાં લખ્યું છે કે દરેક વ્યક્તિને કાનૂની આસિસ્ટન્ટ લેવાનો અધિકાર છે. ત્યારબાદ જ્યાં ચેરમેન મેડમ બેસે છે ત્યાં મને લઈ જવામાં આવ્યો. જ્યારે મેં રૂમમાં જવા માટે એમને પરમિશન લીધી તો એમણે ખૂબ જ અહંકારપૂર્વક કહ્યું કે તમે ખૂબ જ બદતમીજ છો, શું ઓકાત છે તારી? અને શું હેસિયત છે તારી? આ વાત સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો. આ કઈ રીતની ભાષા હતી અને આ કઈ રીતની તપાસ છે? ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું કે પણ હું કાંઈ ન બોલ્યો કારણકે હું તેમના પદનું. હું બસ તેને સાંભળતો જ રહ્યો. મને પૂછવામાં આવ્યું કે એ કોણ લોકો છે જે બહાર તમારી સાથે આવ્યા છે? કેમ આવ્યા છે એ લોકો? બે મિનિટ સુધી મારી સાથે ખૂબ જ અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો. ધમકાવવામાં આવ્યો કે આમ કરી દઈશું, તેમ કરી દઈશું અને FIR કરી દઈશું. તને જેલમાં મોકલી દઈશું. શું સમજે છો તારી જાતને? આ બધી વાતો મેડમ એ પોતે મને કહી. આ સમયે હું ખૂબ જ આઘાતમાં હતો અને હું બધી વાત સાંભળતો હતો.
ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું કે ત્યારબાદ હું મારી રૂમની બહાર નીકળ્યો અને મારા વકીલે જે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠા હતા તેમને જઈને મળ્યો મેં તેમને જણાવ્યું કે મેડમ એ મારી સાથે ખરાબ વર્તન કરી અને મારું કોઈ સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કર્યું નથી. જે બાબતને લઈને સમન્સ પાઠવવામાં આવ્યું હતું એને લઈને કોઈ વાત કરવામાં આવી નથી. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે એટલી વારમાં કમિશનને તરફથી પોલીસ બોલાવવામાં આવી. મને ખબર નથી કે એમની અને પોલીસ વચ્ચે શું વાત થઈ. ત્યારબાદ મને પોલીસની હાજરીમાં જણાવવામાં આવ્યું કે મારે ઉપર બેસવાનું છે.. ત્યાં 8 થી 10 લોકો હતા જે સિવિલ ડ્રેસમાં હતા અને તેઓ કોણ હતા તેઓ ત્યાં કેમ હતા? શું એ કોઈ પદ ના અધિકારીઓ હતા? કયાક છોકરી હતી જે મોબાઈલથી વિડીયો લઈ રહી હતી. જ્યારે મેં તેને પૂછ્યું કે શું આ ઓફિશિયલ વિડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે તો તેણે મને જવાબ આપ્યો કે આ ઓફિશિયલ વિડિયો રેકોર્ડિંગ છે. ત્યારે મેં કહ્યું કે મને આ વિડીયો કોપી તો એસે કારણકે ઓફિશિયલ વિડિયો છે તો મારો અધિકાર બને છે કે હું જે પણ તમારી સામે કહી રહ્યો છું અને જે રેકોર્ડ થઈ રહ્યું છે એ બધો ડેટા મને મળવો જોઈએ ત્યારબાદ બધા લોકો મને ધમકાવવા લાગ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment