મિત્રો થોડાક દિવસો પહેલા એક હૃદય કંપાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં એક યુવક પોતાની પ્રેમિકાને રિસોર્ટમાં લઈ ગયો હતો અને રિસોર્ટમાં પોતાની પ્રેમિકાનો જીવ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોતાની પ્રેમિકાનો જીવ લીધા બાદ તેને એક વિડીયો પણ બનાવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને વધુ એક માહિતી સામે આવી રહી છે.
પોતાની પ્રેમિકાનો જીવ લીધા બાદ બીજા દિવસે આરોપીએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં આરોપીએ કેપ્શનમાં લખ્યું હતું કે, આઇ લવ યુ બાબુ, આપણે સ્વર્ગમાં મળીશું. સોરી બાબુ. મળતી માહિતી અનુસાર ઘટનાના છેલ્લા 4 દિવસમાં આરોપીએ 5 જગ્યાઓ બદલી રાખી છે. પોલીસે આરોપીને પકડવા માટે ચાર ટીમ બનાવી છે.
પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા તો આરોપી ત્યાંથી ભાગીને બીજી જગ્યાએ જતો રહે છે. અને દરરોજ સોશિયલ મીડિયા પર યુવતીના એકાઉન્ટમાંથી ફોટા અને વિડીયો પણ શેર કરી રહ્યો છે. આરોપીનું નામ અભિષેક પાટીદાર છે. તેને પોસ્ટ કરેલા ફોટામાં જોઈ શકો છો કે આરોપી અભિષેક પાટીદાર અને મૃત્યુ પામેલી શિલ્પા બંને એક મોંઘી કારમાં બેઠેલા જોવા મળી રહ્યા છે.
આટલું જ નહીં પરંતુ કારની સીટ પર 500-500 રૂપિયાની નોટોના પેકેટ પણ રાખવામાં આવ્યા છે. આરોપી યુવક સૌ પ્રથમ પ્રેમિકાને યાદ કરીને તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે. કેપ્શનમાં પ્રેમિકાની માફી માગે અને ત્યારબાદ તે ફોટો ડીલીટ કરી દે છે. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ એટલે કે 8 નવેમ્બરના રોજ જબલપુરના મેખલા રિસોર્ટના રૂમ નંબર પાંચમાંથી એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું.
આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મૃત્યુ પામેલી યુવતી ની ઓળખ શિલ્પા તરીકે થઈ છે તે બે દિવસ પહેલા અભિષેક પાટીદાર નામના યુવક સાથે અહીં આવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે અભિષેક પાટીદારે જ શિલ્પાનો જીવ લઈ લીધો હતો અને તેનો જીવ લીધા બાદ એક વિડિયો પણ બનાવ્યો હતો.
તે માટે કહી રહ્યો હતો કે બેવફાઈ ન કરવી જોઈએ. અભિષેક પાટીદારે કયા કારણોસર શિલ્પાનો જીવ લીધો તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. આરોપીની ધરપકડ થયા બાદ તેની ચોક્કસ માહિતી સામે આવશે. હાલમાં આરોપી અભિષેક પાટીદારની શોધખોળ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment