રામ રાખે તેને કોણ ચાખે..! આ વ્યક્તિ ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ, પછી બન્યું કંઈક એવું કે – જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…

Published on: 11:31 am, Sat, 12 November 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. અમુક વખત ઘણા વાયરલ વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણો શ્વાસ અધ્ધર થઈ જતો હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક યુવક સાથે કંઈક એવું થાય છે કે જે જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. રેલવે સ્ટેશન પર શોર્ટકટ અને ઉતાવળના કારણે એક યુવક પોતાનો જીવ જોખમમાં મૂકે છે. મળતી માહિતી અનુસાર યુવકની ઉતાવળના કારણે યુવકની ઉપરથી આખી ટ્રેન પસાર થઈ જાય છે. પરંતુ ઉપરવાળાની દયાના કારણે આ વ્યક્તિનો જીવ બચી ગયો હતો.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ભાગલપુરના કહલગામ રેલવે સ્ટેશન પર બની હતી. અહીં રેલવે સ્ટેશન પર શોર્ટકટ અને ઉતાવળાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

મળતી માહિતી અનુસાર એક વ્યક્તિ રેલવે ટ્રેક ક્રોસ કરવાની ઉતાવળમાં રેલવે ટ્રેક પર ઉભેલી માલગાડીની નીચેથી જવાનો પ્રયાસ કરે છે. ત્યારે અચાનક જ ટ્રેન ચાલવા લાગે છે અને યુવક ટ્રેનની નીચે ફસાઈ જાય છે. જો તો જોતામાં યુવકની ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ હતી.

પરંતુ આ યુવક રેલવે ટ્રેકની વચ્ચોવચ સુઈ ગયો હતો જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આ ઘટના બની ત્યારે આસપાસ ઉભેલા લોકો તેને સલાહ આપી રહ્યા હતા કે તે ઉભો થવાનો પ્રયત્ન ન કરે. આખી ટ્રેન પસાર થઈ ગયા બાદ સુરક્ષિત રીતે બહાર આવે છે, ત્યારે લોકો રાહતનો શ્વાસ લે છે. ત્યારબાદ તે યુવક હસતા હસતા ત્યાંથી ચાલ્યો જાય છે.

ઘટના સ્થળે ઊભેલા એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો. જે વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ક્યારનો છે તેની હજુ કોઈ પણ જાણકારી મળી નથી.પરંતુ વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે..! આ વ્યક્તિ ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ, પછી બન્યું કંઈક એવું કે – જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*