‘મારી એક ઈચ્છા છે કે હું મરું ત્યારે મારા મોઢા પર ખુશી હોવી જોઈએ’, આવો વિડીયો બનાવીને એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું… જુઓ વિડિયો

ગુજરાતમાં વધુ એક જીવ ટૂંકાવાનો બનાવ. ખેડા જિલ્લામાંથી આ બનાવ સામે આવી રહ્યો છે. અહીં એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ પગલું ભરતા પહેલા વ્યક્તિએ પોતાની વેદના ઠાલવતો એક વીડિયો પણ ઉતાર્યો હતો. જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલી છે વીડિયોના મારફતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ખાનગી કંપનીમાં કામ કરતાં એક યુવકે સૌપ્રથમ પોતાનો એક વિડીયો બનાવ્યો અને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું. યુવકે વીડિયોમાં કહ્યું હતું કે, વ્યાજખોરોએ નડિયાદમાં આવેલું તેનું મકાન પચાવી પાડ્યું હતું. ત્યારબાદ તેને આ પગલું ભર્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકના મૃતદેહ પર કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું છે.

યુવક વીડિયોમાં કહી રહ્યો છે કે ” મિત્રો, મારું નામ દીવાન તોફિક છે. હું આ જિંદગીથી કંટાળી ગયો છું. આજે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું તેના માટે મારા પરિવાર કે સંબંધીનું કોઈ પણ પ્રકારનું દબાણ નથી. હું મારી મરજીથી આ પગલું ભરવા જઈ રહ્યો છું. હું ખૂબ જ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો છું. વધુમાં યુવકે વીડિયોમાં જણાવ્યું કે, મારું નડિયાદમાં મકાન છે તેમાં ત્રણથી ચાર લોકોએ મારી સાથે છેતરપિંડી કરીને, મારી પાસેથી મારા મકાનના દસ્તાવેજ લઈ લીધા છે.

મને લખીને આપ્યું છે કે ₹35,000 નો હપ્તો નાખશું. દર મહિને તેઓ હપ્તા પણ નથી નાખતા. મને બેંકમાંથી ત્રણ વખત નોટિસ મળી ચૂકી છે. સલમાન અન્સારી, ચીના ગાયકવાડ, લાલજી ભરવાડ, આરીફ અને વાઝિદ ખલીફા મારો જીવ લેવાની ધમકી આપી છે. તે લોકો મને કહેતા હતા કે અમે તારો જીવ લઈ લઈશું તો બેંક લોન માફ કરી દેશે ત્યારબાદ તારું મકાન અમે મફતમાં લઈ લઈશું.

યુવકે વધુમાં જણાવ્યું કે મને આપણા બંધારણ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા મૃત્યુ બાદ મને ન્યાય મળશે. ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ. વધુમાં યુવકે જણાવ્યું કે, જો ગુનેગારોને સજા નહીં મળે તો મારી આત્માને ક્યારેય પણ શાંતિ નહીં મળે. મારી એક ઈચ્છા હતી કે હું જ્યારે મરુ ત્યારે મારું મોઢું હસતું હોય. મારા મોઢા પર ડર ન હોવો જોઈએ. જેટલી સારી જિંદગી હતી, હું જીવ્યો, મજા આવી ગઈ.

હું તો વિચારું છું કે લોકો કહે છે સાત જનમ હોય છે, હું કહું છું કે આગામી જન્મમાં હું મારા પરિવારને જ મળીશ. આગલા જન્મમાં મને આજ માતા-પિતા મળવા જોઈએ. મારો પરિવાર મને ખૂબ જ પ્રેમ કરે છે. હું મારા પરિવારથી ખૂબ જ ખુશ છું. મારા મૃત્યુ બાદ મારા પરિવારને વિનંતી છે કે મારી પૂર્વ પત્નીને મારું મોઢું જોવા દેવું. જો તે મારું મોઢું જોવા નહીં આવે તો મારી આત્માને શાંતિ નહીં મળે. આ ઉપરાંત યુવકે વધુમાં ઘણું બધું જણાવ્યું હતું હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*