દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને છેલ્લા થોડાક દિવસોથી કોલેજ અથવા તો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનીઓ સુસાઇડનું પગલું વધારે ભરી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 10 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાના જીવંતનો અંત લાવ્યો હતો. દીકરીનું મોત તથા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
સુસાઇડની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર દીકરીએ આજરોજ સવારે 11 વાગ્યાની આસપાસ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને વિદ્યાર્થીની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં દીકરીએ કંઈક એવું લખ્યું હતું કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
આ હજ મચાવી દેનારી ઘટના રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટ શહેરની નવી કોલોનીનો છે. મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 16 માર્ચના રોજ બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા જ એક વિદ્યાર્થીનીએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
મૃત્યુ પામેલી દીકરીનું નામ ખુશ્બુ હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ ખુશ્બુની માતા તેના નાના ભાઈની સ્કૂલની ફી ભરવા માટે ગઈ હતી. આ દરમિયાન ખુશ્બુ ઘરે એકલી હતી અને તેને એકલતાનો લાભ ઉઠાવીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
માતા જ્યારે ઘરે આવી ત્યારે તેને પોતાની દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ દ્રશ્યો જોતા જ માતા આઘાતમાં પડી હતી. ત્યારબાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી ખુશ્બુની શિક્ષકે કહ્યું કે તે વાંચવામાં અને લખવામાં ખૂબ જ હોશિયાર હતી. માટે અભ્યાસને લઈને તણાવવામાં રહેવાનું કોઈ કારણ ન હતું. સુસાઇડ નોટ માં ખુશ્બુએ સુસાઇડનું કારણ અભ્યાસનું દબાણ દર્શાવ્યું હતું.
ખુશ્બુ એ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, સોરી મમ્મી-પપ્પા, મારાથી નહીં થાય, હું 95 ટકા નહીં લાવી શકું. હું ધોરણ 10 થી પરેશાન થઈ ગઈ છું હવે મારાથી વધુ નહીં થાય. આઇ લવ યુ મમ્મી પપ્પા અને ઋષભ. દીકરીના મોતના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment