આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ગોપાલપુર પાર્ટી કોલોનીના રસ્તા પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પત્નીની નજર સામે તેનું કરૂણ મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ પાર્ટી પ્લોટ ડિવિઝન વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારી પોતાની પત્ની સાથે વોકિંગ પર નીકળ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર તેમને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં તેમનું કરૂણ મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ નરેન્દ્રભાઈ પરમાર હતું. તેઓ વડોદરાના હાલે દિન દયાલ પાર્ટી પ્લોટ ડિઝાઇન વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ લગભગ સાંજના સમયે પોતાની પત્ની મનીષા સાથે કોલોનીની અંદર વોકિંગ કરી રહ્યા હતા.
ત્યારે લગભગ સાંજના 7.30 વાગ્યાની આસપાસ ચેરમેન ના મકાન પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ ઝડપેથી આવી રહેલી કારે નરેન્દ્ર ભાઈ ને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં નરેન્દ્રભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ઇજાગ્રસ્ત નરેન્દ્રભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તો તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. પત્નીની નજર સામે જ પતિના મૃત્યુ થતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
અકસ્માત બન્યા બાદ વાહન ચાલક ઘટના સ્થળે વાહન મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાને લઇને નરેન્દ્રભાઈની પત્ની મનીષાએ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment