પતિ-પત્ની અને 2 બાળકો એક સાથે ગંગા નદીમાં ડૂબી ગયા, પરિવાર શ્રાદ્ધ કરવા માટે આવ્યું હતું – જુઓ ઘટનાનો વિડીયો…

મિત્રો હાલમાં બનેલી એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો એક સાથે ગંગા નદીમાં ડૂબી ગયા હતા. ચારેય માંથી હજુ પણ એક પણનું મૃતદેહ મળ્યું નથી. મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ પટનામાં બની હતી. પતિ પત્ની તેના બે બાળકો સાથે શ્રાદ્ધ કરવા માટે આવ્યા હતા.

ત્યારે ગંગા નદીમાં નાહવા દરમિયાન એક પછી એક એમ કરીને પરિવારના ચારેય સભ્યો ગંગા નદીમાં ડૂબી ગયા હતા. કિનારે ઉભેલા કેટલાક લોકોએ આ ઘટનાના દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર ગંગા નદીમાં પરિવારને ડૂબતું જોઈને ત્રણથી ચાર યુવાનો હોય પરિવારને બચાવવા માટે ગંગા નદીમાં કુદીયા હતા. પરંતુ પાણીના જોરદાર પ્રવાહના કારણે તેઓ પરિવારના સભ્યોને બચાવી શક્યા નહીં. પરિવારના સભ્યો મદદ માટે બૂમાબૂમ કરી રહ્યા હતા.

પછી પરિવારના લોકોનો અવાજ આવતો બંધ થઈ ગયો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનાનો ભોગ બનેલું પરિવાર પટનાના શેખપુર નો રહેવાસી હતું. આ ઘટનામાં 48 વર્ષીય મુકેશકુમાર, 32 વર્ષીય આભાદેવી, 15 વર્ષીય સપના કુમારી, 13 વર્ષ ચંદન કુમારનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

હજુ સુધી કોઈપણના મૃતદેહ ગંગા નદીમાંથી મળ્યા નથી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં પોલીસ સ્થાનિક તરવૈયાની મદદથી નદીમાં તપાસ કરી રહી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઇન્ચાર્જ કહ્યું કે, આ દિવસે ગંગા નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોય છે. તેથી મૃતદેહ શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. લોકોએ પણ ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. હાલમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*