પતિએ માત્ર 200 રૂપિયાની બાબતમાં થયેલી માથાકૂટમાં પત્નીનો જીવ લઈ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 200 રૂપિયાની બાબતમાં થયેલી માથાકૂટમાં પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. ત્યાર બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કહ્યું મેં મારી પત્નીનો જીવ લઈ લીધો છે. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર શિવલોક પુરમાં રહેતા દેવેન્દ્ર નામના વ્યક્તિએ 13 વર્ષ પહેલા 35 વર્ષીય પ્રતિમા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. માંથી માહિતી અનુસાર પ્રતિમા એક પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક હતી. લગ્ન બાદ પ્રતિમા અને તેના પતિ દેવેન્દ્ર સાથે નાની-નાની વાતને લઈને માથાકૂટ થતી હતી.

પ્રતિમાના ભાઈએ જણાવ્યું કે, દેવેન્દ્રને નશાની લત છે. તે મારી બહેન સાથે ઘણી વખત નશાની હાલતમાં માથાકૂટ કરતો હતો. મંગળવારના રોજ આરોપી દેવેન્દ્ર તેની પત્ની પાસેથી નશો કરવા માટે 200 રૂપિયાની માગણી કરી હતી. આ બાબતને લઈને બંને વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી.

ત્યાર બાદ આરોપી દેવેન્દ્રએ ધારદાર વસ્તુ વડે પોતાની પત્નીના માથા પર પ્રહાર કર્યા હતા. આ કારણોસર પત્નીનું કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારબાદ આરોપી દેવેન્દ્ર ધારદાર વસ્તુ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં જઈને તેને પોલીસને માહિતી આપી કે મેં મારી પત્નીનો જીવ લઈ લીધો છે.

ત્યારબાદ પોલીસે આરોપી દેવેન્દ્રની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પોલીસે મૃત્યુ પામેલી પ્રતિમાનું મૃતદેહ કબજે લઇ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બધા જ પ્રતિમાના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*