અક્ષરધામ મેટ્રો સ્ટેશનના છત પરથી એક યુવતીએ લગાવી મૃત્યુની છલાંગ, પરંતુ CISF-પોલીસે આ રીતે બચાવી લીધો જીવ – જુઓ વિડિયો

Published on: 3:41 pm, Thu, 14 April 22

હાલમાં દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બનતા જ મેટ્રો સ્ટેશનમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ આજે સવારે 7.28 વાગ્યાની આસપાસ CISF કિવિક રિએક્શન ટીમના જવાનો એક યુવતીને મેટ્રો સ્ટેશનની દીવાલ પર ચડીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતી જોઈ હતી.

ત્યાર બાદ યુવતીએ મેટ્રો સ્ટેશનની દીવાલ પરથી નીચે કૂદકો પણ લગાવી દીધો હતો. CISF પોલીસની સમજદારીના કારણે યુવતીનો બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર CISFના જવાનો મેટ્રો સ્ટેશનની દીવાલ પર ઊભેલી યુવતીને જોઈને ચિંતામાં મુકાઈ ગયા હતા.

આ દ્રશ્યો જોયા બાદ CISFના જવાનો યુવતી પાસે પહોંચી આવ્યા હતા. ત્યાં પહોંચીને જવાનોએ યુવતીને સમજાવવાની કોશિશ કરી અને યુવતીને દીવાલ પરથી નીચે ઉતરી જવાનું કહ્યું, પરંતુ યુવતી કોઈની વાત માનવા તૈયાર જ ન હતી.

ત્યારે CISFના જવાનોએ પોતાની સમજદારી બતાવી હતી. એક તરફ CISFના જવાનો યુવતી સાથે સતત વાત કરતા રહ્યા અને બીજી તરફ બીજા કેટલાક CISFના જવાનો દિવાલી નીચે ચાદર લઈને પહોંચી ગયા હતા. એટલું જ નહીં પરંતુ સ્થાનિક ટીમે એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી હતી.

જવાનો યુવતીને સમજાવવા અન્ય ઘણા પ્રયાસો કરે છે. પરંતુ યુવતી કોઈની વાત માનવા તૈયાર જ નથી અને તે દિવાલ પરથી નીચે કૂદી જાય છે. પરંતુ નીચે ચાદર અને ધાબળા લઇને ઉભેલા જવાનોએ યુવતીને બચાવી લીધી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે લાલ બહાદુર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

આ ઘટનામાં યુવતીના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હાલ યુવતીની હાલત સારી છે. સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક પોલીસે યુવતીએ કયા કારણોસર પોતાનું ટૂંકાવવાનો પ્રયાસ કર્યું હતું. તે બાબત પર આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અક્ષરધામ મેટ્રો સ્ટેશનના છત પરથી એક યુવતીએ લગાવી મૃત્યુની છલાંગ, પરંતુ CISF-પોલીસે આ રીતે બચાવી લીધો જીવ – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*