હાલમાં બનેલી કરવા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિએ પોતાની પત્નીના હાથ બાંધીને તેને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. આ કારણોસર પત્નીનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. આ યુવતી તેના પ્રેમી સાથે લેવીમાં રહેતી હતી. આ ઘટના આગ્રામાં બની હતી. આગ્રાના તાજગંજ વિસ્તારમાં ઓમશ્રી એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 406માં રીતિકા નામની મહિલા તથા વિપુલ અગ્રવાલ લીવ-ઈનમાં રહેતા હતા.
રીતિકાને તેના પતિ ગૌતમ સાથે ડિવોર્સ કેસ ચાલે છે. જ્યારે વિપુલ નો પણ તેની પત્ની સાથે ડિવોર્સ કેસ ચાલે. મળતી માહિતી અનુસાર શુક્રવાર, 24 જૂનના રોજ લગભગ 12 વાગ્યાની આસપાસ ફ્લેટ પર બે મહિલાઓ અને ત્રણ યુવકો આવ્યા હતા. થોડીકવાર બાદ એપાર્ટમેન્ટમાંથી લોકોને કોઈ ભારે વસ્તુ નીચે પડી હોય તેવો અવાજ સંભળાયો હતો.
જ્યારે એપાર્ટમેન્ટના લોકો એ બહાર આવીને જોયું ત્યારે રિતિકાનું મૃતદેહને નીચે પડ્યું હતું. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે રિતિકાના પતિ ગૌતમ અને તેની બંને બહેનો સુનિતા અને સુશીલાને પકડી લીધા હતા.
આ સાથે પોલીસે રિતિકાના પ્રેમી વિપુલની પણ અટકાયત કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે રિતિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. હસમુખ ઘટનાને લઇને રિતિકાના પ્રેમી વિપુલ અગ્રવાલે જણાવ્યું કે, અમારા ઘરે પાંચ લોકો આવ્યા હતા. જેવું અમે દરવાજો ખોલ્યો તેવા જ તેઓ ઘરની અંદર ઘૂસી ગયા હતા.
તેમાંથી હું માત્ર રિતિકા પતિ આકાશ ગૌતમને જ ઓળખતો હતો. આ બધા લોકોએ આવીને મારા અને રિતિકા પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ રિતિકાને દોરડા વડે બાંધી દીધી. ત્યારબાદ તેનું ગળું દબાવીને તેને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. ત્યારબાદ તે લોકો મારો પણ જીવ લેવાની કોશિશ કરતા હતા.
આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પરંતુ મારો જીવ ખૂબ જ મુશ્કેલીથી બચ્યો છે. મળતી માહિતી અનુસાર રિતિકાએ 2014માં આકાશ ગૌતમ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્રણ વર્ષ પહેલા આકાશ ગૌતમ અને રિતિકાના સંબંધમાં તિરાડ પડી ગઇ હતી.
પતિએ પોતાની પત્નીના બંને હાથ બાંધીને, તેને ચોથા માળેથી નીચે ફેંકી દીધી, જાણો પતિએ કેમ આવું પગલું ભર્યું – જુઓ ઘટનાનો વીડિયો pic.twitter.com/d1kd2Ay6fM
— GUJJU ROCKZ (@gujju_rockz) June 25, 2022
રીતિકા તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને બંને વચ્ચે છૂટાછેડાના કેસ ચાલી રહ્યા હતા. ત્યાર બાદ છેલ્લા દોઢ વર્ષથી રિતિકા વિપુલ નામના યુવક સાથે લિવ ઇનમાં રહેતી હતી. વિપુલને પણ તેની પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ જાણકારીઓ મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment