અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળેલા યુવકને બોલેરો કાર લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 2:37 pm, Sat, 25 June 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા યુવકને એક બોલેરોએ જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેથી તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના બનતા જ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દર્દનાક અકસ્માતની ઘટના શુક્રવારના રોજ સવારે છ વાગ્યાની આસપાસ વસ્ત્રાલ વિસ્તારમાં બની હતી.

કેનારા બેંક થોડેક આગળ શૈલેષ પ્રજાપતિ નામનો યુવક મોર્નિંગ વોક પર જતો હતો. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા બોલેરો કારના ડ્રાઈવર શૈલેષ પ્રજાપતિને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે શૈલેષ પ્રજાપતિ ફંગોળાઈને દૂર જઈને પડ્યો હતો.

આ ઘટનામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેથી તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ બોલેરો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બન્યા બાદ આ વિસ્તારની જનતા એ બેફામ વાહન ચાલકોને ડ્રાઇવર ને પકડવા તથા તેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શૈલેષ પ્રજાપતિનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બોલેરો કાર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બોલેરો કાર ચાલકની ઓળખ માટેની કામગીરી શરૂ કરી દીધી છે.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકો નો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં આવી ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે, આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળેલા યુવકને બોલેરો કાર લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*