આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી કેવી રીતે ચોકાવનારી ઘટના સામે આવી છે. એક પતિએ પોતાની પત્ની અને બે દીકરાઓને ઝેરી દવા આપીને પોતે ગળેફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનામાં પતિ-પત્ની અને મોટા દીકરા નો કરુણ મૃત્યુ થયું છે.
જ્યારે નાના દીકરાની હાલત નાજુક છે. મળતી માહિતી મુજબ નાના દીકરાની સારવાર ભોપાલમાં ચાલી રહી છે. રાયસેનના બારી નગરના વોર્ડ નંબર 8માં રહેતા 35 વર્ષીય જીતેન્દ્ર સોનીએ પોતાની 32 વર્ષીય પત્ની રિંકુ, 12 વર્ષીય પુત્ર વૈષ્ણવ અને 10 વર્ષીય પુત્ર કાર્તિકની ઝેરી દવા આપી દીધી હતી.
ત્યારબાદ જીતેન્દ્ર સોનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 10 વર્ષીય કાર્તિક બચી ગયો હતો. ઘટના બની ત્યાર મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. એવી આશંકાઓ કરવામાં આવી રહી છે કે, જીતેન્દ્ર સૌ પ્રથમ પોતાની પત્ની અને દીકરાઓને ઝેરી દવા આપી દીધી અને ત્યારબાદ પોતે ફાંસી લગાવી દીધી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો જીતેન્દ્ર હિંગળાજ મંદિર રોડ પર બાલાજી જવેલર્સ નામની દુકાન ચલાવતો હતો.
જીતેન્દ્રના પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ સારી હતી. સમગ્ર ઘટનાને લઇને જીતેન્દ્રના પડોશીઓ જણાવ્યું કે, જીતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે અણબનાવ હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ચાલતા આ બનાવના પગલે આ ઘટના બની હશે.
જીતેન્દ્રના મૃત્યુ બાદ જીતેન્દ્રની માતાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્રણેયના મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment