સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. મિત્રો તમે ઘણા રેલ્વે પ્લેટફોર્મ ઉપર જોયું હશે કે ઘણા લોકો ટ્રેનમાં ઉતાવળમાં ચડતી કે ઉતરતી વખતે પોતાનો જીવ જોખમમાં મૂકી બેસતા હોય છે.
આવી ઘટનાના ઘણા વિડીયો પણ સોશિયલ મળી એમાં ખૂબ જ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં ટ્રેનમાંથી ઉતરથી વખતે એક યુવક ટ્રેનની નીચે કચડાઈ જાય છે આ કારણોસર તેનું કરુણ મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટના રેલવે ફ્લેટ ફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના બિહારના ઓરંગાબાદમાં બની હતી. અહીં રેલ્વે પ્લેટફોર્મ પર એક ચોખાના વેપારીનું ટ્રેનમાંથી ઉતરતી વખતે મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માદમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર વેપારી પોતાની પત્નીને મૂકવા માટે સ્ટેશને આવ્યો હતો. તે ટ્રેનની અંદર હતો ત્યારે અચાનક જ ટ્રેન ચાલુ થઈ જાય છે. ત્યારે વેપારી ચાલુ ટ્રેનમાંથી ઉતરવાની કોશિશ કરે છે આ દરમિયાન તે પોતાનું સંતુલન ગુમાવે છે. જેના કારણે તેનો એક પગ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયો હતો.
જોત જોતામાં વેપારી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યા ની અંદર ઘૂસી જાય છે. વેપારી ઉપરથી ટ્રેન પસાર થઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વેપારી મુરારી પ્રસાદ અગ્રવાલ ભારતીય જનતા પાર્ટીના નેતા અને વ્યાપારી વિભાગના રાષ્ટ્રીય સંયોજક ઘનશ્યામભાઈ પ્રસાદ અગ્રવાલના નાના ભાઈ હતા.
પત્નીની નજર સામે પતિ ટ્રેનમાં કપાઈ ગયો, પછી થયું એવું કે હિમ્મત હોય તો જ આગળ વાંચજો – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/YbqkBa0GBU
— GUJJU ROCKZ (@gujju_rockz) October 29, 2022
આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. મિત્રો એટલા જ માટે ટ્રેનમાં ચડતી કે ઉતરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ આપણી એક નાનકડી એવી ભૂલ ના કારણે આપણો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ કારણસર કોઈપણ દિવસ ચાલતી ટ્રેનમાં ચડવું કે ઉતરવું ન જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment