રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી વખત અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. જ્યારે સુરેન્દ્રનગર ના પાટડી પુરવઠા વિભાગના કર્મચારી ની કારનું 5 દિવસ પહેલા અકસ્માત થયું હતું અને અકસ્માતમાં કર્મચારીનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાને લઇને તેની પત્નીને આઘાત લાગ્યો હતો અને તેની પત્નીનું પણ ગઈકાલે મૃત્યુ થયું છે. આ ઘટનાના કારણે બે બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી મુજબ મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં લતીફભાઇ કદારભાઈ કુરેશી કોઈ કામ અનુસાર બહારગામ ગયા હતા અને રસ્તામાં તેઓએ કાર પર પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર સાથે અથડાતાં લીધી તેના કારણે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી તે માટે તેઓને સારવાર માટે તાત્કાલીક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
પતિના મૃત્યુના કારણે તેમની પત્નીએ બે દિવસથી ખાવાનું મૂકી દીધું હતું તેથી તેઓને ગઈ કાલે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
ત્રણ દિવસમાં પતિ પત્નીના મૃત્યુ થવાના કારણે પરિવારમાં આભ તૂટી પડયું હતું. ઉપરાંત બે માસૂમ બાળકોએ પોતાની માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment