પતિએ પોતાની પત્નીનો હાથ કાપી ઘરમાં સંતાડી દીધો – આવું કરવા પાછળનું કારણ જાણીને તમને પણ ગુસ્સો આવી જશે…

સમગ્ર દેશભરમાં જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. એક પતિએ પોતાની પત્નીનો હાથ શરીરથી અલગ કરી નાખ્યું અને ત્યારબાદ તે હાથને સંતાડી દીધો. આ ચોંકાવનારી ઘટના પશ્ચિમ બંગાળથી સામે આવી છે.

પતિનું આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો. મળતી માહિતી અનુસાર પત્નીને રાજ્ય સરકાર તરફથી નર્સની નોકરી માટેનો અપોઈન્ટમેન્ટ લેટર મળ્યો હતો. પરંતુ પતિ ઈચ્છતો ન હતો કે તેની પત્ની નોકરી કરી. જેના કારણે પતિએ પોતાની પત્નીનો હાથ શરીરથી અલગ કરી નાખ્યો હતો.

ત્યારબાદ તે હાથ સંતાડી દીધો જેથી ડોક્ટર તે આજે ફરીથી જોડી ન શકે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. શેર મોહમ્મદ નામનો વ્યક્તિ પોતાની પત્ની રેનુ સાથે રહેતો હતો. તાજેતરમાં જ રાજ્ય સરકાર તરફથી નર્સની નોકરી માટેની અપોઈન્ટમેન્ટ લેટર આવ્યો હતો. આ વાતથી શેર મોહમ્મદ ખૂબ જ નારાજ થઈ ગયો. ત્યારબાદ શેર મોહમ્મદે પોતાની પત્ની રેનુંનો હાથ તેના શરીરથી અલગ કરી નાખ્યો હતો.

ત્યારબાદ પોતાની પત્નીને સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયો હતો. પોતાની પત્નીનો હાથ શેર મોહમ્મદે ઘરમાં સંતાડી દીધો હતો. જેથી ડોક્ટર તે હાથ ફરીથી જોડી ન શકે. ત્યારબાદ શેર મોહમ્મદ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે, રેનું નર્સિંગની લઈ તાલીમ રહી હતી. થોડાક સમય પહેલાં જ રાજ્ય સરકાર તરફથી નિમણૂકનો પત્ર રેનુંને આવ્યો હતો. જેનાથી તેનો પતિ ખૂબ જ નારાજ થઈ ગયો હતો.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, શેર મોહમ્મદ પોતે એક બેરોજગાર વ્યક્તિ હતો. તેને ડર હતો કે તેની પત્નીને સરકારી નોકરી મળી જશે ત્યાર બાદ તેને છોડી દેશે. આ બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર માથાકૂટ પણ થતી હતી. સમગ્ર ઘટનાને લઇને રેનુંના મોટા ભાઈએ જણાવ્યું કે, બહેનને સરકારી નોકરી લાગ્યા બાદ તેનો પતિ તેને નોકરી ન કરવા માટે દબાણ કરતો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*