સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના સાવલી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલી ઢાંકી નજીક રહેતા પતિ-પત્નીનું મુદ્દે મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ છે. મળતી માહિતી મુજબ પડોશમાં રહેતા પડોશી રૂમનો દરવાજો ખખડાવ્યો હતા.
પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો. ત્યારબાદ પાડોશીએ દરવાજો ખોલ્યો ત્યારે પતિનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું અને પત્ની જમીન પર પડેલી જોવા મળી હતી. ત્યારબાદ પડોશીએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી.
પોલીસના કહેવા મુજબ પતિ-પત્નીએ પોતાનું જીવન જાતે જ ટૂંકાવી લીધું છે તેવી આશંકાઓ થઈ રહી છે. મળતી માહિતી મુજબ અનિલ સાહુ અને ભારતી સાહુનું મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યું હતું. બંને પતિ-પત્ની એક કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા હતા.
મળતી માહિતી અનુસાર નોકરીનો સમય થઈ ગયો હોવાના કારણે પડોશી તેમને બોલાવવા આવે છે. પડોશી ઘરનો દરવાજો ખખડાવે છે. પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી. આ કારણોસર પડોશી દરવાજો ખોલે છે. ત્યારે પડોશીને અંદરથી લટકતી હાલતમાં અનિલનું મૃતદેહ જોવા મળે છે.
અને જમીન પર ભારતીયનો મૃતદેહ જોવા મળે છે. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પતિ-પત્ની અગમ્ય કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું હશે. બંનેના લગ્નનો હજુ તો એક વર્ષનો સમય પણ થયો ન હોતો.
આ ઘટના બનતા જ પરિવારના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. અનિલ ના ભાઈએ જણાવ્યું કે કયા કારણોસર ભાઈ અને ભાભીએ આ પગલું ભર્યું તે અમને સમજાતું જ નથી. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment