ડીસાના રાણપુર રોડ પર બાઈક પર પ્રસંગમાં જઇ રહેલા પતિ-પત્નીને રસ્તામાં નડ્યો અકસ્માત, બે બાળકોના પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા…

આજકાલ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતની ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ઘણી વખત અકસ્માતમાં એક જ નાની બેદરકારીના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં એક દંપત્તિને રસ્તામાં અકસ્માત નડયો હતો. જેમાં પત્નીનું કરૂણ મૃત્યુ થાય છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ડીસાના રાણપુરી રોડ પર બની હતી. અહીં એક પીકઅપ વાહન અને બાઈક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં બાઇક પર સવાર વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સુભાષ કુમાર પ્રહલાદજી પઢીયાર હતું. આ અકસ્માતની ઘટનામાં સુભાષભાઈની પત્ની નયનાબેન ને ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર સુભાષભાઈ પોતાની પત્ની સાથે પોતાની GJ 08 AS 7569 નંબરની બાઈક લઈને સાસરે પ્રસંગે જઈ રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર સુભાષભાઈ અને તેમની પત્ની નયનાબેન જ્યારે ભૈરવ કોલ્ડ સ્ટોરેજ પાસે પહોંચે છે. ત્યારે રોગ સાઇડમાં પૂરઝડપે આવી રહેલા એક પિકઅપ વાહને સુભાષભાઈની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર સુભાષભાઈ અને તેમની પત્ની ફંગોળાઇને રોડ પર પડ્યા હતા.

ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ત્યાં ડોક્ટર સુભાષભાઇને મૃત જાહેર કરે છે. મળતી માહિતી અનુસાર સુભાષભાઈનાં પત્ની નયનાબેનની હાલત અત્યારે ગંભીર છે.

સમગ્ર ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માત બન્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને પીકઅપ ચાલકની શોધખોળ શરૂ કરી છે. સુભાષભાઈના મૃત્યુના કારણે બે બાળકો પિતા વગરના થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*