હળવદ પાસે બનેલી એક ખૂબ જ દુઃખ દાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હળવદના અજીતગઢથી માળીયા તરફ કેનાલ રસ્તા પર જઈ રહેલી એક કાર કેનાલમાં ખાબકી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કારમાં સવાર અજીતગઢના પતિ-પત્નીનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બનતા જ હળવદ પંથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર કાર કેનાલમાં ખાબકી ત્યારબાદ પતિ-પત્નીએ કારનો કાચ તોડીનો કાચ તોડીને બહાર નીકળી બોનેટ પર ચડી ગયા હતા.
ઉપરાંત ત્યાં હાજર એક વ્યક્તિએ બંનેની બચાવવા માટે કેનાલમાં એક રાંઢવું પણ નાખ્યું હતું. અને કારની બોનેટ પર ચડેલા પતિ-પત્ની રાંઢવું પકડી પણ લીધું છતાં પણ તેઓ બચી શક્યા નહીં. આ ઘટના બનતા જ અજીતગઢ ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અજીતગઢ ગામે રહેતા પ્રવિણભાઇ ડાંગર અને તેમના ધર્મપત્ની મિતાલીબેન રાહુલ ભાઈ આહીરનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ સવારે તેઓ પોતાની કાર લઈને મેધપર આગામી સગાઈના પ્રસંગ માટે જવા નીકળ્યા હતા.
મળતી માહિતી અનુસાર જ્યારે તેઓ મંદરકી ગામના નાલા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી. આ ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા ત્યારબાદ મિતાલીબેન ના મૃતદેહને કેનાલ માં થી બહાર કાઢ્યું હતું અને થોડીક વાર બાદ રાહુલભાઈના મૃતદેહને પણ કેનાલ માં થી બહાર કાઢ્યું.
એક જ સાથે પતિ પત્નીનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. બધી માહિતી અનુસાર રાહુલભાઈ અને મિતાલીબેનના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા. આ કરૂણ ઘટના બનતા જ આહીર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment