હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પતિ-પત્નીએ સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળી રહ્યો છે કે સૌપ્રથમ પત્નીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારબાદ પતિએ પણ ઝેરી દવા પી લીધી હતી અને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ એક જ ઝટકામાં હસતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આ ચોકાવનારી ઘટના રવિવારના રોજ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. વિગતવાર વાત કરીએ તો રીતુ નામની મહિલાના લગ્ન 11 વર્ષ પહેલાં આનંદ નામના વ્યક્તિ સાથે થયા હતા. આનંદ ખાતર વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેની દુકાને તેના ઘરની નજીક જ હતી.
બંનેને સંતાનમાં 7 વર્ષની દીકરી વેદિકા અને 9 વર્ષના દીકરો પ્રિયાંશ છે. આ ઘટના બનતા જ બંને માસુમ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને આનંદના ભાઈની દીકરી જાનવી એ જણાવ્યું કે, “મોટી મમ્મી ફરવા ગઈ હતી. સાંજે તે ઘરે પાછા આવ્યા ત્યારે મોટા પપ્પા અને મોટી મમ્મી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
મોટા પપ્પા નશાની હાલતમાં હતા. એ કહેતા હતા કે મને પૂછ્યા વગર કેમ ફરવા ગઈ? તે મને કેમ ન પૂછ્યું? આમ કહીને મોટા પપ્પાએ મોટી મમ્મીને મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર પછી મોટી મમ્મી ઘણું રડીયા અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા.
ત્યાર પછી મોટા મમ્મી ઊભા થઈને રસોડાની અંદર ગયા હતા. ત્યારે તેઓ ઉંદર મારવાની દવા પીવા જતા હતા પરંતુ મેં તેમના હાથમાંથી પડીકું લઈને ફેંકી દીધું હતું. ત્યાર પછી તેઓ ઘરની બહાર વાડામાં ગયા હતા. અહીં તેમને કંઈક પી લીધું હતું અને આંગણામાં આવીને પાણી પીધું હતું. થોડીક વાર પછી તો તેઓ બુમાબૂમ કરવા લાગ્યા હતા એટલે પરિવારના અન્ય સભ્યો ત્યાં દોડી આવ્યા હતા.
મોટા પપ્પા પણ રૂમમાંથી બહાર આવ્યા હતા અને મોટી મમ્મીને જોઈને તેઓ રડવા લાગ્યા હતા. ત્યાર પછી બધા ઝડપથી મોટી મમ્મીને ઉપાડીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. મોટા પપ્પા પણ હોસ્પિટલ સાથે ગયા હતા થોડીક વાર પછી સમાચાર આવ્યા છે. મોટી મમ્મી અને મોટા પપ્પાનું મોત થઈ ગયું છે. જાણવા મળી રહ્યું છે કે રીતુએ ઝેર પીધા બાદ આનંદે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ કારણોસર બંનેનું મોત થઈ ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment