હવામાનની આગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી દિવસોમાં વાવાઝોડું થવાની શક્યતાઓ રહેલી છે. સાથે સાથે વરસાદી ઝાપટા ની સાથે ભારે પવન ફૂંકાય શકે છે. ત્યારે વાત કરવામાં આવે તો ભારેપવન ફૂંકાવાથી અને માવઠું આવવાથી કેરીના પાકને ઘણું નુકસાન થઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં માવઠું આવી શકે છે.
આપણા ગુજરાતનો દરિયાકિનારો 1600 કિમી લાંબો છે જેમાં સૌરાષ્ટ્ર સિવાયનો બાકી નો દરિયા કિનારો લગભગ ભરતીથી રચાયેલા સપાટી વિસ્તારો થી ઘેરાયેલો છે અને ક્ષારીય કાદવ કીચડવાળો આવતો હોવાથી ખેતી ને પણ નુકશાન થઇ શકે છે. ત્યારે વાત કરીએ તો ચોરવાડ સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે.
ચોરવાડ સ્થાનીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે એવો રમણીય સમુદ્ર જૂનાગઢ શહેરથી 60 કિલોમીટર દૂર આવેલો છે કે જ્યાં રોમાંચક સવારી પણ ઉપલબ્ધ છે અને સમુદ્ર કિનારે પથ્થરો અને શિલાઓ પણ આવેલા છે. દીવ સમુદ્રની વાત કરવામાં આવે તો દીવ સમુદ્રકિનારો સૌરાષ્ટ્રને કિનારે આવેલું છે.જે એક નિયંત્રિત ટાપુ છે જેને ગુજરાત રાજ્ય સાથે કોઝવે દ્વારા જોડવવામાં આવ્યો છે.
અને ત્યાં પણ વસ્તી ખૂબ ઓછી છે અને આ જગ્યાએ રોજિંદી ચિંતા અને તણાવથી દૂર એક શાંત જગ્યા પણ કહી શકાય. ગોપનાથ સમુદ્ર કે છે ભાવનગર જિલ્લામાં આવેલું છે તે તળાજા થી 22 કિમી દૂર છે અને તે પણ પાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. એવી જ રીતે ભુજ થી 75 કિલોમીટર દુર આવેલ માંડવી કે જે કચ્છના મહારાવ ઐતિહાસિક બંદર હતું એ કિનારો રમણીય અનેઅદભુત છે.
મુંબઈ સુરત રેલવે માર્ગથી 6 કિલોમીટર દૂર આવેલો કે ઉમરગામ કે જે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પહેલાં થાણે જીલ્લા નો ભાગ હતો.ત્યાં નારગોળ ખાડીના દરિયા કિનારે આવેલો છે તે એક નાનકડું ગામ હતું. ત્યાં સમુદ્ર કિનારો આવેલ હોવાથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે તિથલ સમુદ્ર કિનારો કે જે વલસાડ થી ૫ કિલોમીટર દૂર આવેલો છે. જ્યાં એક મંદિર પણ છે અને આ તિથલનો દરિયા કિનારો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જૂનાગઢ શહેરના હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ કહ્યું કે 15 મી મેના રોજ અરબી સમુદ્રમાં મોન્સૂન એક્ટીવીટી ભાગરૂપે cyclone સર્ક્યુલેશન બનવાનું છે.હવામાન વિભાગ અનુસાર સમુદ્ર માં જે સાયક્લોનિક સરક્યુલેશન બનવાનું છે તેને આગળ જતાં લો પ્રેશર માં તબદીલ થઇ શકે છે અને આગામી પાંચ દિવસો માં વરસાદ ની આગાહી પણ કરવામાં આવી જેને માવઠું પણ કહી શકાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment