કન્યાદાન પછી અંગદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે. અંગદાનનું નામ આવે ત્યારે ગુજરાતનું નામ મોખરે હોય છે. અંગદાનને લઈને હવે ધીમે ધીમે લોકો વચ્ચે જાગૃતતા જોવા મળી રહે છે. ત્યારે રાજકોટમાં એક વ્યક્તિના અંગદાનના કારણે 7 લોકોને નવું જીવનદાન મળ્યું છે.
મળતી માહિતી અનુસાર 17 ઓક્ટોબરના રોજ 60 વર્ષીય અશોકભાઈ વોરા નામના વ્યક્તિનું મોતિયાનું ઓપરેશન કરવાનું હતું. ઓપરેશન સફળ રહ્યું હતું પરંતુ અશોકભાઈ ને ઓપરેશન બાદ અચાનક જ ચક્કર આવવા લાગ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ તેઓ બેભાન થઈ ગયા હતા.
ત્યારબાદ અશોકભાઈના દીકરા ડોક્ટર પ્રિતેશ વોરાએ પોતાના પિતાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં સિટી સ્કેન કરવામાં આવ્યો ત્યારે જાણ થાય કે અશોકભાઈને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો.
ત્યારબાદ અશોકભાઈનું ન્યુરોલોજીસ્ટ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન પણ સફળ રહ્યું પરંતુ બ્રેઇન સ્ટ્રોક મોટો હોવાથી મગજનો ઘણો બધો ભાગ એમ જ થઈ ગયો હતો. 18 ઓક્ટોબરના રોજ અશોકભાઈ બ્રેઇનડેડ થયા હતા.
પિતાના મૃત્યુ બાદ દીકરાએ પિતાના અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો અને રાજ્ય સરકારની અંગ પ્રપ્તારોપણ માટેની સંસ્થા SOTTOનો સંપર્ક કરીને તેના માર્ગદર્શન અને નિયમો પ્રમાણે અશોકભાઈ વોરાની બે કિડની, લીવર, બે આંખો અને ત્વચાનું દાન કરવામાં આવ્યું હતું. અમદાવાદની IKDRC હોસ્પિટલમાં અશોકભાઈની બંને કિડની અને એક લીવરનું દાન કરાયું છે.
જ્યારે અશોકભાઈની બંને આંખો અને ત્વચા રાજકોટની જ આઈ બેંક અને સ્કીન બેંકમાં ડોનેટ કરવામાં આવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટમાં આ પાંચમું સ્કીન દાન છે. અશોકભાઈના પરિવારે અંગદાન કરીને સમાજમાં માનવતાની મહેક ઊભી કરી છે. તેમના અંગદાનના કારણે સાત લોકોને નવું જીવનદાન મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment