માનવંતા : અમદાવાદમાં બે દિવસમાં ત્રણ અંગદાન થયા, અનેક પીડિતોના જીવન બદલાયું…

હા લોકો કોઈકને કોઈક રીતે એક બીજાની સેવા કરતા થયા છે ત્યારે ઘણા એવા ટ્રસ્ટ પણ સમાજમાં ઉપલબ્ધ થયા છે કે જેઓ લોકોની મદદરૂપ થઈ રહ્યા છે. માનવતાની મહેક આવતો એવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. આ દ્રશ્ય અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ત્રણ અંગ દાન થયા છે ત્રણ બેડ દર્દીઓની અંગદાન થવાથી નવજીવન પ્રાપ્ત થયું છે.

આ કિસ્સો સામે આવતા ઘણા લોકો માટે પ્રેરણારૂપ સાબિત થયો છે.

અમદાવાદમાં દસ્ક્રોઇ તાલુકાના અસલાલીમાં સ્થિત ઉર્મિલાબેન નું માર્ગ અકસ્માત થતા તેમની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે ત્રણ દિવસ સુધી તેઓ જિંદગી અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા ત્યારે તેમનું અંગદાન અપાતા નવજીવન પ્રાપ્ત થયું છે.

સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉર્મિલાબેન નાં પરિવારજનો ને અંગદાન ની પ્રેરણા અપાતા તેમણે અંગદાન નો જનહિત લક્ષી નિર્ણય કર્યો. અને ઊર્મિલા બેન નાં અંગદાન માં બે કિડની અને એક લીવર મળ્યું જેને જેને જરૂરિયાત મંદ પીડિત દર્દીઓનાં પ્રત્યારોહણ કિડની હોસ્પિટલ માં કરવામાં આવ્યું અને જેનાથી તેમને નવજીવન પ્રાપ્ત થયું.

આવીજ રીતે બીજા એક વ્યક્તિ જેમનું 20માર્ચ નાં રોજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ગઈ કાલે બ્રેન્ડેડ કરાયા હતા તેમનાં પરિવાર જનો દ્વારા તેમનુ અંગદાન કરવાનો નિર્ણય લેવાયો અને અંગદાતા મહેન્દ્રભાઈ વાઘેલા જેમની બે કિડની અને લીવર દાન માં આપ્યું.

અને આવી રીતે લોકો ને પ્રેરણા મળતા ત્રીજા એવા અંગદાતા માયારામ ભાઇ કોરી જેઓ 19મી માર્ચે બ્રેઈનડેડ થયા હતાં તેમનાં પરિવારજનો દ્વારા પણ અંગદાન કરવાં એક લીવર નું દાન કર્યું. છેલ્લા બે દિવસ માં થયેલા ત્રણ અંગદાન વિશે અમદાવાદ નાં સિવિલ હોસ્પિટલ નાં સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી એ કહ્યું કે આજ દિન સુધી સિવિલ હોસ્પિટલ માં અંગદાન નાં સેવા યજ્ઞ માં છેલ્લા 15 મહિનામાં 45 અંગદાતા ઓ દ્વારા મળેલા કુલ 136 અંગો થકી 120 પીડિત દર્દીઓ ને નવું જીવન આપ્યું છે.

જે વાત પ્રેરણાદાયક છે અને લોકો એ પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ.અમદાવાદ સીવીલ ની માન્યતા મુજબ મહેક વનબંધુ ઓ સહિત રાજ્ય નાં દરેક વર્ગ સુધી પહોંચી છે જેવુ છેલ્લા ત્રણ અંગદાન માં આદિજાતિ સમુદાયની મહિલાઓ દર્શાવે છે.

ત્યારે અંગદાન એ મહાદાન કહેવાય છે તેથી દરેક લોકોએ આ વાક્યથી પ્રેરણા લેવી જોઈએ અને જો એક અંગ નું દાન કરવામાં આવે તો બીજો કોઇ પીડિત પીડા થી પીડાતો હોઈ અને તેને એ અંગદાન કરવામાં આવે અને તેમને નવું જીવનદાન મળે તો તે સારી પુરવાર થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*