મોંઘવારીની મહામારી : 30 દિવસમાં કપાસિયા અને સિંગતેલના ભાવમાં 495 રૂપિયાનો વધારો…

Published on: 1:07 pm, Sun, 27 March 22

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ, ખાદ્યતેલ, રાંધણ ગેસ અને શાકભાજીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણી બધા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે.

ત્યારે સીંગતેલ અને કપાસિયાતેલમાં છેલ્લા 30 દિવસમાં 496 રૂપિયાનો ભાવ વધારો થયો છે. 30 દિવસમાં ભાવ વધારાના કારણે સૌરાષ્ટ્રની જનતા પર 15 કરોડનો બોજ આવ્યો છે. 26 ફેબ્રુઆરીના રોજ સીંગ તેલના ડબ્બાનો ભાવ 2420 રૂપિયા અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2365 રૂપિયા હતો.

સીંગતેલનો ભાવ વધીને 2670 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ વધીને 2610 રૂપિયા થઈ ગયો છે. એક જ મહિનામાં તેલના ભાવમાં 495 રૂપિયાનો વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં 15 થી 20 ટીમનો વપરાશ થાય છે. એટલે કે એક દિવસ નો બોજો 50 લાખ ગણી શકાય છે અને મહિનાનો 15 કરોડનો બોજો ગણી શકાય.

એક મહિના પહેલા સિંગતેલનો ભાવ 2420 રૂપિયા હતો. એક મહિનામાં સિંગતેલના ભાવમાં 250 રૂપિયાનો વધારો થયો છે. આજે સીંગતેલનો ભાવ 2670 રૂપિયા નોંધાયો છે. એક મહિના પહેલા કપાસિયા તેલનો ભાવ 2365 રૂપિયા હતો. એક મહિનામાં કપાસિયા તેલના ભાવમાં 245 રૂપિયાનો વધારો થયો છે. આજે કપાસિયા તેલનો ભાવ 2610 રૂપિયા નોંધાયો છે.

એક મહિના પહેલા પામોલીન તેલનો ભાવ 2225 રૂપિયા હતો. એક મહિનામાં પામોલીન તેલમાં 140 રૂપિયાનો વધારો થયો છે. આજે પામોલીન તેલનો ભાવ 2365 રૂપિયા નોંધાયો છે. એક મહિના પહેલા સરસવ તેલનો ભાવ 2470 રૂપિયા હતો. એક મહિનામાં સરસવ તેલમાં 30 રૂપિયાનો વધારો થયો છે. આજે સરસવ તેલનો ભાવ 2500 રૂપિયા નોંધાયો છે.

એક મહિના પહેલા સનફલાવર તેલનો ભાવ 2230 રૂપિયા હતો. એક મહિનામાં સનફલાવર તેલમાં 240 રૂપિયાનો વધારો થયો છે. આજે સનફલાવર તેલનો ભાવ 2470 રૂપિયા નોંધાયો છે. એક મહિના પહેલા કોર્ન ઓઈલ તેલનો ભાવ 2220 રૂપિયા હતો. એક મહિનામાં કોર્ન ઓઈલ તેલમાં 120 રૂપિયાનો વધારો થયો છે. આજે કોર્ન ઓઈલ તેલનો ભાવ 2340 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોંઘવારીની મહામારી : 30 દિવસમાં કપાસિયા અને સિંગતેલના ભાવમાં 495 રૂપિયાનો વધારો…"

Leave a comment

Your email address will not be published.


*