દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કારમાંથી નીચે ઉતરતી વખતે બે વર્ષની માસુમ બહારથી કારની નીચે કચડાઈ ગઈ હતી.
આ કારણસર બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. હાલમાં ઘટનાને લઈને મૃત્યુ પામેલી બાળકીના પિતાની ફરિયાદના આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી હાથ ધરી છે. આ દુઃખદ ઘટના હરિયાણા માંથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર એક વ્યક્તિ પોતાની ઇકો કાર લઈને સીએનજી ભરાવા માટે ગયો હતો. આ દરમિયાન કારમાં બેઠેલા પરિવારના તમામ સભ્યો કારમાંથી નીચે ઉતરી ગયા હતા. ત્યારે બે વર્ષની બાળકી કારમાંથી નીચે ઉતરીને પંપ પર ઉભી હતી.
આ દરમિયાન બાળકી કારની નીચે કચડાઈ ગઈ હતી. આ ઘટનામાં બાળકીનું માથું કારની ટાયરની નીચે કચડાઈ ગયું હતું. આ કારણસર બાળકીનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ બાળકીના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. હાલમાં પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment