3 વર્ષના દીકરાનું ઓપરેશન થયા બાદ અચાનક જ તેની સાથે કંઈક એવું બન્યું કે… બાળકનું તડપી તડપીને કરુણ મોત…

Published on: 5:58 pm, Tue, 7 November 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ત્રણ વર્ષના બાળકનું મોત થતા તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાયો છે. મળતી માહિતી અનુસાર ત્રણ વર્ષના બાળકનું ઓપરેશન હતું. ઓપરેશન થયા બાદ બાળકનું મોત થઈ ગયું હતું.

આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા બાળકના પરિવારના સભ્યો ભારે ગુસ્સામાં ભરાયા હતા અને હોસ્પિટલ મેનેજમેન્ટ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા બાળકની ઉંમર ત્રણ વર્ષની હતી અને તેનું નામ ઋષિ હતું.

ડોક્ટર હોય એ ઋષિનું ઓપરેશન કર્યું હતું અને થોડીક વાર બાદ અચાનક જ ઋષિની તબિયત બગડવા લાગી હતી. પછી ડોક્ટરને કાંઈ સમજાયું નહીં એટલે બાળકને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું મોત થયું હતું.

દીકરા નું મોત થયા બાદ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટર પર બેદરકારી નો આરોપ લગાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે એક વર્ષ પહેલા ઋષિના પગમાં એક સળીયો નાખવામાં આવ્યો હતો.

તેને કાઢવા માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ઋષિ એકદમ સ્વસ્થ હતો. સવારે લગભગ 11.50 વાગ્યાની આસપાસ ઋષિને ઓપરેશનમાં લઈ જવામાં આવ્યો હતો. ઓપરેશન લગભગ અડધો કલાક સુધી ચાલ્યું હતું.

પછી ઓપરેશન પૂર્ણ થયા બાદ ઋષિની તબિયત બગડવા લાગી હતી. એટલે ડોક્ટર હોય બાળકને બીજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. અહીં તેનું મોત થઈ ગયું હતું. માત્ર ત્રણ વર્ષના દીકરાનું મોત થતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "3 વર્ષના દીકરાનું ઓપરેશન થયા બાદ અચાનક જ તેની સાથે કંઈક એવું બન્યું કે… બાળકનું તડપી તડપીને કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*