અન્ય પક્ષોના પ્રમાણિક લોકો સતત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. તમામ પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરી કરી લે છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, જ્યારથી ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. ત્યારથી જ દરેક સમાજના, દરેક ધર્મના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસેથી દરેક જનતાને ખૂબ જ આશા છે. કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવે છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આજે અમને જણાવીને આનંદ થાય છે કે કોંગ્રેસ પાર્ટીના ગાંધીનગરના પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલ પ્રદેશ મહામંત્રી સૂર્યસિંહ ડાભી અને ઓમપ્રકાશ તિવારી આજે આમ આદિ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું આમ આદમી પાર્ટીમાં તેમનું સ્વાગત કરું છું.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, સૂર્યસિંહ ડાભી લાંબા સમયથી સામાજિક કાર્ય સાથે સંકળાયેલા છે અને રાજકારણી તરીકે પણ પ્રજાની સેવા કરી રહ્યા છે. આ ઉપરાંત સૂર્યસિંહ ડાભીએ એડવોકેટ અને લેક્ચરર તરીકે પણ કામ કર્યું છે. ઉપરાંત સૂર્યસિંહ ડાભી દેના ગુજરાત ગ્રામીણ બેંકના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. સૂર્યસિંહ ડાભીએ રાજકારણમાં જાણીતો ચહેરો છે. સૂર્યસિંહ ડાભી હંમેશા જનતાની સેવા કરવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં રહીને તે શક્ય થાય એવું લાગતું ન હતું. વધુમાં ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, તેથી હવે સૂર્યસિંહ ડાભીએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારમાં થયેલા કામકાજ જોઈને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

ઓમપ્રકાશ દરોગપ્રસાદ તિવારી પણ ઘણા સમયથી રાજનીતિના માધ્યમથી જનસેવાના કાર્યમાં સક્રિય છે. ઓમપ્રકાશ તિવારી સરદાર નગર વોર્ડ યુવા કોંગ્રેસના સચિવ અને મહાસચિવ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ સરદારનગર વોર્ડ હિન્દુ પ્રચાર સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ઓમપ્રકાશ તિવારી નવયુવક એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પણ છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, ઓમપ્રકાશ તિવારીએ શિક્ષણ ક્ષેત્રે અને બેરોજગારી ક્ષેત્રે ખૂબ જ સારા એવા કાર્યો કર્યા છે. ગુજરાતનું રૂપ સકારાત્મક રીતે બદલવા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

સુનિલ પટેલ અસંગઠિત કામદાર કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસ પક્ષમાં અમદાવાદ શહેર મહામંત્રી પણ રહી ચૂક્યા છે. સુનિલ પટેલ છેલ્લા 15 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. આ ઉપરાંત સુનિલ પટેલ વ્યવસાય બિલ્ડર પણ છે. તેઓ અરવિંદ કેજરીવાલ ની સરકારે દિલ્હીમાં કરેલા કાર્યો જોઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

આ પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ટોપી અને પટકા પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા. તે વખતે આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*