દુકાન બંધ કરીને બાઈક લઈને ઘરે જતા યુવકને ટ્રક ચાલકે કચડી નાખ્યો… યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત…

દેશમાં અકસ્માતના બનાવ ખૂબ જ વધી ગયા છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલ અથવા તો બેદરકારીના કારણે નિર્દોષ લોકોનું મોત થતું હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં એક ઝડપી ટ્રક ચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટના કિશનગંજમાંથી સામે આવી રહી છે. આ ભયંકર અકસ્માતની ઘટના ગુરુવારના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ બની હતી.

એક યુવક બહાદુરગંજથી દુકાન બંધ કરીને પોતાની બાઇક લઈને ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં યુવકને અકસ્માત નડ્યો હતો અને તેમ અકસ્માતમાં દર્દનાક મોત થયું હતું. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 23 વર્ષની હતી. યુવક પપ્પુ બુક સ્ટોલ નામની દુકાનમાં કામ કરતો હતો અને યુવક સ્ટોરના માલિકનો સાળો હતો.

યુવક બાઈક લઈને ઘરે આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક ઝડપી ટ્રક ચાલકે યુવકની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પછી સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ યુવકના પરિવારજનો અને પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કસ્ટડીમાં લઈને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. હાલમાં તો પોલીસે બંને વાહને કબજે લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં પરિવારના સભ્યોની હાલત રડી રડીને ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*