ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા આજરોજ સ.જી હાઈવે પર વધુ એક બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યુ, તેમના દ્વારા આજે ગોતા સોલા ઓવર બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો, આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
આ રોડ ભાવવત ક્રોસ રોડ અને હાઇ કોર્ટ થી સોલા બીજ ને જોડતો હોવાથી નાગરિકોને ફાયદો થશે. તેમજ નવા બ્રિજ થી બીજા બ્રિજ પર ટ્રાફિક હળવું થશે એટલે કે અમદાવાદથી ગાંધીનગર જવા માટે એક કલાકનો સમય લાગતો હતો તેમાં 15-20 મિનિટ નો ઘટાડો થશે.
અમદાવાદીઓને હવે દિવાળી પહેલા સરકાર દ્વારા મોટી ભેટ મળશે. જે ભેટને કારણે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળી જશે.એસ.જી.હાઇવે પર એલિવેટડ કોરિડોર તૈયાર થઈ થતા તેને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા આજે ખુલ્લો મુકાયો છે. જે અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યા ઓછી જોવા મળશે તેના માટે જે રાહત ના સમાચાર છે.
રાજ્ય સરકાર કોરોના ની રસી ને લઈને સિદ્ધિઓના ગુણગાન ગાઈ રહી છે પણ હકીકત એ છે કે આજે ગુજરાતમાં અડધો કરોડ જેટલી વસતી કોરોના ની રસી લીધી નથી. એટલું જ નહીં 42 લાખ લોકો રસીનો બીજો ડોઝ લેવા આવ્યા નથી. આ સંજોગોમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગના આદેશને પગલે રાજ્ય આરોગ્ય વિભાગે રસી નહી લેનારા લોકોને ઘરે ઘરે તપાસ કરવા નક્કી કર્યું છે. દિવાળી બાદ ગુજરાતમાં ખાસ ડ્રાઇવ શરૂ કરવા આયોજન કરાયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment