સુરતમાં ચાલુ બાઇકે પડી ગયેલા બેગને લેવા ગયેલી મહિલાને એક કારચાલકે લીધે અડફેટેમાં, મહિલાનું કરૂણ મૃત્યુ…

Published on: 11:19 am, Mon, 1 November 21

રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટના ઓ પણ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે સુરતની એક ઘટના સામે આવી છે. બધી માહિતી અનુસાર સુરતના પાંડેસરા માં ચાલુ બાઇકે પડી ગયેલા બેગ લેવા ગયેલી મહિલાને એક કાર ચાલકે અડફેટેમાં લીધી હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતના કારણે મહિલાનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર દિવાળીના વેકેશન ના કારણે મહિલા તેના પતિ સાથે મુંબઈ ફરવા જતી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ વહેલી સવારે બની હતી ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ સોનલ હતું. અને તેના પતિનું નામ વિમલ છે. મૃત્યુ પામેલી મહિલાના પતિએ જણાવ્યું કે આજરોજ વહેલી સવારે અમે મુંબઈ જઈ રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર તેઓનું ફ્લાઇંગ રાણી ટ્રેનમાં રિઝર્વેશન હતું. મળતી માહિતી અનુસાર જ્યારે તેમની બાઇકો કૂદીગામ નજીક છે ત્યારે કપડાનું એક બેગ ચાલુ બાઇકે નીચે પડી ગયું હતું.

ત્યારે સોનલ બાઇક પરથી નીચે ઉતરીને બેગ લેવા ગઈ ત્યારે એક કાર ચાલકે અડફેટેમાં લીધી હતી. આ ઘટના બનતા જ કાર ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો. ત્યારબાદ સોનલને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

પરંતુ સિવિલ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં ચાલુ બાઇકે પડી ગયેલા બેગને લેવા ગયેલી મહિલાને એક કારચાલકે લીધે અડફેટેમાં, મહિલાનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*