ગુજરાત રાજ્યમાં હીટ એન્ડ રનની ઘટના અટકવાનું નામ જ નથી લેતી. ત્યારે ખંભાળિયા-ભાણવડ રોડ પર હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ખંભાળિયાના લોહાણા વેપારીનું મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર બાઇક સવાર વ્યક્તિને પુરપાટ ઝડપે આવી રહેલી કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી.
ત્યારબાદ કારચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આ ઘટનામાં કાંતિભાઈ રમણીકલાલ બારાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, તેમની ઉંમર 42 વર્ષની હતી. તેઓ ખંભાળિયામાં જૂની મામલતદાર કચેરી પાસે રહેતા તથા નગરનાકે શિવ પાન નામની જથ્થાબંધ હોલસેલ માલ સામાનની દુકાન ચલાવતા હતા.
કાંતિભાઈ પોતાની GJ 10 N 8886 નંબરની બાઈક લઈને ભાણવડ પાટિયા ગંગા-જમનાઓ હોટલ પાસે જતા હતા. ત્યારે ઝડપે આવી રહેલી GJ 12 BF 6341 નંબરની કારે કાંતિભાઈની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાંતિભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આ કારણોસર કાંતિભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરંતુ કારની નંબર પ્લેટ ઘટના સ્થળે જ પડી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોનું કહેવું છે કે, કાર ચાલકે જામનગર સમર્પણ હોસ્પિટલ પાસે તથા અન્ય બે જગ્યાએ અકસ્માત સર્જાયા હતા.
મળતી માહિતી અનુસાર કાંતિભાઈ ના ઘરે બધા અગિયારસ રહ્યા હતા. તેથી તેઓ મિત્ર સાથે ચાર રસ્તા પર અન્નપૂર્ણા હોટલમાં જમવા માટે ગયા હતા. ત્યાં મિત્રના આવતા ઘરે આવીને ફરીથી ગંગા જમના હોટલે જમવા માટે ગયા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો.
અકસ્માતના પગલે તેમનું ઘટના મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃતક કાંતિભાઈના ભાઈ કારચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાંતિભાઈના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment