આ દીકરો દોઢ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું, દીકરાએ પિતાનું મોઢું નથી જોયું, ત્યારે આજે તેના ફોઈ- ફુવા દીકરાને માતા અને પિતાની જેમ પ્રેમ આપીને….

આજે બધા જ લોકોના જીવનમાં કંઈક ને કંઈક નાની-મોટી સમસ્યાઓ થયા જ કરતી હોય છે અને લોકો પણ એ સમસ્યાઓનો સામનો કરીને પોતાનું જીવન જીવી જાય છે. એવામાં આપણે સૌ જાણીએ છીએ કે જે લોકોનો જન્મ થાય છે તે લોકોનું મૃત્યુ નિશ્ચિત છે. એવા પણ લોકો છે કે જેઓ પોતાનું જીવન જીવવા માટે રાત-દિવસ એક કરીને મહેનત કરતા હોય છે.

ઘણા એવા પરિવારો સામે આવે છે કે જેઓ આખા દિવસની મહેનત કરે એ પણ ઓછી પડતી હોય છે.એવામાં આજે આપણે એ વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેણે પોતાના જીવનમાં ક્યારેય સુખ જોયું જ નથી અને પોતાનું જીવન જીવવા માટે બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

એ વ્યક્તિ વિશે વાત કરીશું તો તેનું નામ રાકેશભાઈ છે.જેઓ ક્યારેક આખો દિવસ મહેનત કરે તોય ઓછું પડે છે તેઓ તેમના ભત્રીજા એટલે કે તેમની પત્નીના ભાઈ નો દીકરો ઉત્તમ કે જે જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારથી જ તેના પિતાનું મૃત્યુ થઈ ગયો હતો અને હાલ તે સુરતમાં એ રાકેશ ભાઈ ના ઘરે જ રહે છે.

ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે એ ઉત્તમને રાકેશભાઈ કે જેઓ ઉત્તમને ભણાવી ગણાવીને મોટો કરી રહ્યા છે અને ઉત્તમ ની મમ્મી ગામડે રહે છે. ઉત્તમ જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારથી જ તેના પિતા કંઇક બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. ત્યારથી જ રાકેશભાઈ એ ઉત્તમની સાર સંભાળ રાખી રહ્યા છે અને એ ઉત્તમ પહેલા ગામડે રહેતો હતો.

ત્યારે રાકેશભાઈનું માનવું છે કે જો તે ગામડે રહેશે તો તેનું ભવિષ્ય બગડશે. તેથી તે આખો દિવસ મહેનત કરીને પણ તેને સાચવી રહ્યા છે. આજે આ રાકેશભાઈ રાત દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે. પરંતુ ક્યારેક એવા દિવસો પણ આવે છે કે એ ઉત્તમની ફી ભરવા માટે પૈસા પણ નથી હોતા.

આજે તે ગમે તેમ કરીને પોતાના દીકરાની ફી ભરવા માટે વલખા મારી રહ્યા છે અને આખો દિવસ કામ કરીને એ દીકરાને ભણાવી રહ્યા છે, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આજે બધા જ લોકો પોતાનું જીવન જીવવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આ રાકેશભાઈ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જો આવા ગરીબ લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો – 7600 900 300

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*