ગુજરાતમાં હચમચાવી દેનારી વધુ એક ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાની બે દીકરીઓ સાથે કુવામાં કુદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં બન્ને દીકરીઓના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે માતાનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આ ચોંકાવનારી ઘટના છોટા ઉદયપુરથી સામે આવી રહી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર આ પહેલા 10 એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ખરોદા ગામે આવો જ એક બનાવ બન્યો હતો. આ ઘટનામાં પણ માતાએ પોતાના બે બાળકોને કુવામાં ફેંકી દીધા હતા અને પોતે કુવાની બાજુમાં આવેલા ઝાડ સાથે લડકીને ગળાફાંસો ખાઇ લીધો હતો.
ત્યારે છોટા ઉદયપુરમાં બનેલી ઘટનાની વાત કરીએ તો રાણી બંગલા સ્કૂલમાં આવેલા એક કૂવામાં વર્ષાબેન નામની મહિલાએ પોતાના બે બાળકોને ફેંકી દીધા હતા. અને ત્યાર બાદ પોતે પણ કૂવામાં કૂદી ગયા હતા. આ ઘટનામાં વર્ષાબેનનો બચાવ થયો છે. જ્યારે તેમની સાડા ત્રણ વર્ષની દીકરી દિવ્યા અને એક વર્ષની દીકરી અંજલીનું કરૂણ મૃત્યુ નિપજયુ છે.
આ ઘટના બનતા જ સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ચારેબાજુ માતમ છવાઈ ગયું હતું. હાલમાં એવું જાણવા મળી રહ્યું છે કે, પતિ સાથે બોલાચાલી થયા બાદ વર્ષાબેન પોતાની બે દીકરીઓ સાથે ઘરની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ વર્ષાબેન એક કૂવા પાસે પહોંચ્યા હતા. તેમાં સૌ પ્રથમ પોતાની બે દીકરીઓને ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે કુવામાં કૂદી ગયા હતા.
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે કૂવામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ કુવામાંથી બંને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં વર્ષાબેનનો બચાવ થયો હતો.
ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલી બન્ને દીકરીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને વર્ષાબેને જણાવ્યું કે, મારે મારા પતિ સાથે માથાકૂટ થઇ ગઇ હતી. ત્યારબાદ મેં ગુસ્સામાં આવીને બંને દીકરીઓને કૂવામાં ફેંકી દીધી અને હું પણ કૂવામાં કૂદી ગયો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment