સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર ડાન્સના વિડીયો જોયા હશે. ઘણા લોકોએ કરેલા ડાન્સ તમને ખૂબ જ પસંદ આવતા હોય છે અને ઘણા લોકોના અમુક ડાન્સ સ્ટેપ જોઈને તમે ખડખડાટ હસી પડ્યા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક મહિલાએ કરેલો ડાન્સનો વિડીયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે આ મહિલા શું કરી રહી છે.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ઢોલ વગાડી રહ્યો છે અને આજુબાજુ કેટલીક મહિલાઓનું ટોળું છે. ત્યારે ઢોલનો તાલ સાંભળીને એક મહિલા અચાનક વચ્ચે આવીને એક અલગ પ્રકારનો ડાન્સ સ્ટેપ કરવા લાગે છે.
આ મહિલાનો ડાન્સ જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઢોલ ના તાલે ડાન્સ કરવા આવેલી મહિલા પોતાના બે હાથ એવી રીતે હલાવે છે જાણે તે કોઈ પક્ષી ન હોય. આ મહિલા પોતાના બન્યા હલાવતી હલાવતી ચારે બાજુ ગોળ ગોળ ફરીને ડાન્સ કરે છે.
અરે બહેન આ શું કરો છો! આ મહિલાના ડાન્સ સ્ટેપ જોઈને, તમે પણ હસી-હસીને ગોટો વળી જશો… pic.twitter.com/dnMjFE2VA1
— GUJJU ROCKZ (@gujju_rockz) April 6, 2022
આ મહિલાનો ડાન્સ જોઈને આસપાસના લોકો ખડખડાટ હસી પડે છે. તેથી મહિલા ડાન્સ કરવાનું બંધ કરી દે છે અને ત્યાંથી ચાલી જાય છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને યુઝર્સ રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment