અરે સાહેબ રાજભા ગઢવીની સાદગીતો જુઓ..! રાજભા ગઢવી ગાંડી ગીરના નેહમાં વાળુ કર્યું અને ચાહકોને ગીરનું….વીડિયોમાં જોઈ લેજો કે ગીરનું ખાણું કેવું હોય છે…

ગીતો સાંભળવાનો કોને શોખ નથી, દરેક લોકો આજે ગીતો, કથાના શોખીન થઈ ગયા છે અને જો ગુજરાતી કલાકારોની વાત કરીએ અને એમાં રાજભા ગઢવી નું નામ લઈએ તો રાજભા ગઢવી ના સુરીલા અવાજથી તેઓએ લોકોના દિલમાં નામ બનાવી દીધું છે. હાલ સૌરાષ્ટ્ર કાઠીયાવાડ સહિત ગુજરાતભરમાં રાજભા ગઢવી એક જાણીતા લોકસાહિત્યકાર તરીકે ઊભરી આવ્યા છે.

મૂળ ગીરની મધ્યે આવેલ લીલાપાણી નેસમાંથી આવતા રાજભા ગઢવી ગામડાની પ્રકૃતિમાં રહેનાર છે. નાનપણથી પશુપાલનનો વ્યવસાય હોવાથી તેઓ વગડામાં ભેંસો ચરવા જતા, ગીરના જંગલમાં કનકાઈ-બાણેજ પાસે લીલાપણી નેસમાં રાજભા ગઢવીનો જન્મ થયો હતો. નેસમાં રહેતા હોવાથી બાળપણથી જ પશુપાલનનું કામ જાણે છે,

યુવાન ઉંમરમાં તેમનો બુલંદ કંઠ અને બોલવાની છટાથી આજે તેમના હજારો પ્રશંસકો છે. ગીરના લીલાપાણી નેસમાંથી આવનારા રાજભા ગઢવી ભણેલા નથી, એ છતાં પણ કોઈ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમાં ઘણી જ ખ્યાતિ મેળવી છે.

આજે આપણે એવા એક કલાકારની વાત કરીશું જે ગીરના જંગલમાં સિંહની વચ્ચે ઉછેરીને મોટા થયા છે, કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા ગાયક કલાકાર એટલે રાજભા ગઢવી. સંમેલનમાં રાજભા એ દુહા છંદ લલકારી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા, ધીમે ધીમે રાજભાની ખાતી ફેલાવવા લાગી. રાજભા નો અવાજ પસંદ આવતા ગીર નજીકના ગામોમાં કાર્યક્રમમાં મળવા લાગ્યા.

બાદમાં સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં રાજભાના ડાયરા ના કાર્યક્રમો યોજાવા લાગ્યા હતા. આજે રાજભા ગઢવી ભજનિક ઉપરાંત લોકસાહિત્યકાર અને ઉમદા કવિ તરીકે નામના ધરાવે છે. યુવાનીમાં ભેંસ ચરાવવાની સાથે રેડિયો પર ભજન સાંભળતા રાજભા એ આજે ગુજરાત સહિત આફ્રિકામાં પણ વહાણ તરબતર કર્યું છે. આજે લોકપ્રિય લોકસાહિત્યકાર અને કવિ હોવા છતાં સામાન્ય અને ગામઠી જીવનશૈલીમાં માનતા રાજભાએ ગુજરાતના દૈનિક અખબારો સાથેની વાતચીતમાં તેમની સંગીત યાત્રા વિશે વાત કરી હતી.

હાલમાં જ રાજભા ગઢવી એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ગીરના રાત્રી ભોજન ની મજા માણતો વિડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રાજભા ગઢવી ગીર ગાયનું ઘી, ગીરના રોટલા તથા ગીર ગાય ના દૂધ, છાશ ની મજા માણતા નજરે પડે છે, રાજભાના આવા સાધ્વીભર્યા જીવનને લીધે લોકો પણ તેમને વધુ પસંદ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*