હાલમાં બનેલી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ એવા વિચિત્ર બાળકને જન્મ આપ્યો છે કે જોઈને તમે પણ ચોકી ઉઠશો. સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને પરિવારના લોકો બાળકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે નવજાત બાળકના માથાથી કમર સુધીના પાછળના ભાગ ઉપર કાળા કાળા ભમ્મર વાળ ઉગેલા જોવા મળ્યા હતા.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર નવજાત બાળકને જાયન્ટ કોનજેનિટલ મેલાનોસાયટીક નેવુસ નામની બીમારી છે. આ કિસ્સો ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના સામુદાયક આરોગ્ય કેન્દ્રમાં બની હતી. હાલમાં આ બાળકની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચારેય બાજુ ચાલી રહે છે. જાયન્ટ કોનજેનિટલ મેલાનોસાયટીક નેવુસ નામની બીમારીના કારણે બાળકના માથાથી કમરના ભાગ સુધી વાળ ઉગેલા જોવા મળી રહ્યા છે.
નવજાત જન્મેલું બાળક ખૂબ જ વિચિત્ર દેખાઈ રહ્યું છે. આ ઘટનાની માહિતી મળતા જ રાષ્ટ્રીય બાળક સ્વાસ્થ્ય ગેરંટી કાર્યક્રમની ટીમ સામુદાયીક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગઈ હતી. ત્યાંથી બાળકને વધુ તપાસ માટે લખનઉ મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. મહિલાએ જ્યારે વિચિત્ર બાળકને જન્મ આપ્યો ત્યારે હોસ્પિટલમાં હાજર ડોક્ટર સહિત બાળકના પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
નવજાત બાળકનો જન્મ થતાં જ તેના શરીરના 60% ભાગ પર કાળાશ જોવા મળી હતી અને બાળકને માથાથી કમર સુધી વાળ ઉગેલા જોવા મળ્યા હતા. સરકારી હોસ્પિટલમાં વિચિત્ર બાળકનો જન્મ થતા આ ઘટનાની જાણ RBSK ટીમને જાણ કરવામાં આવી હતી. બાળકને વધુ સારવાર માટે લખનઉ મોકલવાનો નિર્ણય ચાલી રહ્યો છે.
સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ ACMO ડોક્ટર પંકજ મિશ્રાએ જણાવ્યું હતું કે, મંગળવારના રોજ એક મહિલાને ડીલેવરી માટે દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલા એક બાળકને જન્મ આપ્યો હતો. જન્મેલા બાળકને જોઈને હોસ્પિટલમાં હાજર ડોક્ટર અને બાળકના પરિવારના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
કારણકે બાળકના શરીરના પાછળના ભાગે માથાથી લઈને કમર સુધી કાળા ભમ્મર વાળ હતા. જન્મેલા બાળકના શરીર ઉપર વાળ ઉગેલા જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકને જાયન્ટ કોનજેનિટલ મેલાનોસાયટીક નેવુસ નામની બીમારી છે. હાલમાં તો માતા અને બાળક બંને સ્વસ્થ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment