આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજરોજ વહેલી સવારે વડોદરા-પાદરા રોડ ઉપર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં નારાયણ વાડી પાસે રીક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં રીક્ષામાં સવાર એક જ પરિવારના 5 સભ્યોને મોત થયા છે.
પરિવારના 3 બાળકો અને માતા-પિતાની અકસ્માતમાં કરુણ મોત થયું છે. ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ભયંકર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા અને જ્યારે 2 લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.
મૃત્યુ પામેલા તમામ લોકો વડોદરાના પાદરાના લોલા તાલુકાના હતા તેવું જાણવા મળી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે પરિવાર રિક્ષામાં સવાર થઈને લગ્ન પ્રસંગમાં હાજરી આપીને વડોદરાથી પાદરા તરફ પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન પાદરા તરફથી આવે રહેલી કાર અને રિક્ષા વચ્ચે સામસામે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર પાંચ લોકોને કરુણ મોત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ વાતાવરણ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. આ અકસ્માતમાં અરવિંદ પૂનમ નાયક, કાજલ અરવિંદ નાયક, શિવાની અલ્પેશ નાયક, ગણેશ અરવિંદ નાયક અને દ્રષ્ટિ અરવિંદ નાયકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
પોલીસે મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે. બુધવારના રોજ ચાર અલગ-અલગ અકસ્માતની ઘટનાઓ બની હતી.
અકસ્માતની ઘટનામાં મહીસાગરમાં આઠ, સુરતમાં એક, વલસાડમાં એક અને અરવલ્લીમાં ત્રણ લોકોના મોત થયા હતા. અરવલ્લીમાં બનેલી અકસ્માતની ઘટનામાં જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાડામાં પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment