હે મારા રામ..! હાઇવે પર જતા ઝડપી ટ્રકે 5 લોકોને અડફેટેમાં લીધા, માથું ફાટી જતા 2 મહિલાના કરુણ મોત…જુઓ મોતનો લાઈવ વિડિયો…

મિત્રો દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે બે મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધ દંપતી અને બાઈક પર સવાર પરિવારને કચડી નાખ્યા હતા. જેમાં વૃદ્ધ મહિલા અને બાઈક પર સવાર મહિલાનો મોત થયું છે. જ્યારે વૃદ્ધ વ્યક્તિ, 5 વર્ષની બાળકી અને બાઈક ચાલક ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર અકસ્માતની ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના સિવની જિલ્લામાંથી સામે આવી રહી છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી બાળકીની હાલત ગંભીર છે. તેથી તેને નાગપુર સારવાર માટે લઈ જવામાં આવી છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને ટ્રકને કબજે કરી લીધો છે. અકસ્માતની ઘટના વિશે વિગતવાર વાત કરી હતો, નાગપુર-સિવન હાઇવે ઉપર વૃદ્ધ દંપતી રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર પતિ પત્ની અને તેમની પાંચ વર્ષની દીકરી ડિવાઇડર પર યુ ટન પાસે ઊભા હતા.

ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે વૃદ્ધ દંપતીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે મહિલાનો પતિ ઇજાગ્રસ્ત થયો હતો. વૃદ્ધ દંપતીને બચાવવા માટે ટ્રક ચાલકે જમણી તરફ સ્ટેરીંગ ફેરવ્યું હતું. જેના કારણે ત્યાં ડિવાઈડર પાસે ઊભેલી બાઈકને ટ્રકે જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બાઈક પર સવાર પરિવાર પણ ટ્રકની અડફેટેમાં આવી ગયું હતું.

અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર મહિલા અને તેની 5 વર્ષની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત થયેલી મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અકસ્માતની ઘટનામાં મહિલાના પતિને સામાન્ય ઇજા પહોંચી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે હાલમાં તો ટ્રકચાલકની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*