અરે મારા ભાઈ સાવ આમ ન હોય..! માત્ર 2 સીટ વાળી બાઈક પર એક સાથે 7 લોકો બેઠા, વીડિયો જોઈને IAS ઓફિસર પણ…જુઓ વાયરલ વિડિયો…

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક એવો વિડિયો સામે આવ્યો છે. જે જોઈને તમારી અક્કલ પણ કામ કરતી બંધ થઈ જશે.

તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો બાઈક પર બે સવારીની પરમિશન હોવા છતાં પણ ત્રણથી ચાર લોકોને બાઈક પર બેસાડતા હોય છે. ત્યારે હાલમાં એક એવો વિડિયો સામે આવ્યો છે જેમાં બે સીટ વાળી બાઇક પર 3-4 જણા નહીં પરંતુ એક સાથે 7 લોકો બેસે છે.

વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર IAS ઓફિસર SUPRIYA SAHU પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મુક્યો છે. આ વિડીયો 6 મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાઈક ચાલક યુવક પોતાની બાઈક લઈને રોડના કિનારે ઉભેલો જોવા મળી રહ્યો છે.

બાઈક ચાલકની નજીકમાં ચાર બાળકો અને બે મહિલાઓ ઉભેલી છે. સૌપ્રથમ એક મહિલા બે બાળકોને બાઈકની પ્રેટ્રોલની ટાંકી ઉપર બેસાડે છે. ત્યારબાદ એક મહિલા બાઈકની પાછળ બેસી જાય છે. ત્યારબાદ નીચે ઊભેલી એક મહિલા બાળકને તેડીને બાઈક પર બેઠેલી મહિલાના ખોળામાં બેસાડી દે છે.

પછી નીચે ઉભેલી મહિલા એક બાળકને તેડીને બાઇકની સાવ પાછળ બેસી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે માત્ર 36 સેકંડમાં બે સવારી વાળી બાઇક પર સાત લોકો સવાર થઈ જાય છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને કેટલાક લોકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યા છે કે આ રીતની જોખમી સવારી ન કરવી જોઈએ. જ્યારે વીડિયો જોઈને ઘણા લોકો રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. વાયરલ થયેલા વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*