હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાની પત્નીનો જીવ લઇ લીધો અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હતું. ઘટના બનતા જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી છે પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરી હતી આ ઘટનામાં એક જાણીતા કાપડના વેપારીએ સૌપ્રથમ પોતાની પત્ની ઉપર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતાના ઉપર ગોળી ચલાવીને સુસાઇડ કરી લીધું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશમાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુ પામેલા કાપડના વેપારીનું નામ સંજય સેઠ હતું અને તેની પત્ની નું નામ મીનુ સેઠ હતું.
ઘટના બનતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પતિ-પત્નીના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘરની તપાસ કરી ત્યારે પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં મૃતક સંજયએ સ્વેચ્છાએ આ પગલું ભરે છે તેવું લખ્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે સંજય અને તેની પત્ની ઘરના બીજા માળે રૂમમાં હતા.
ત્યારે અચાનક જ ગોળીનો અવાજ આવ્યો હતો જેના કારણે પરિવારના અન્ય સભ્યો ઉપરના માળે આવ્યા હતા. ત્યાં સુધીમાં મીનુનું મૃત્યુ થઈ ગયું હતું અને સંજય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તે શ્વાસ લઈ રહ્યો હતો. પછી પરિવારના લોકો સંજયને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જાય તે પહેલા તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સુસાઇડ કરતા પહેલા વેપારી સંજય બે વિડીયો બનાવ્યા હતા. જેમાં તે કહી રહ્યા હતા કે ‘માફ કરજો ગુરુ, તમારો શિષ્ય કમજોર થઈ ગયો છે. તમે ખૂબ જ શક્તિશાળી છો. હું જાઉં છું, હવે જીવવું નથી. જે પણ મારી દીકરીના લગ્ન કરાવે તે ધામધૂમથી કરજો. મારા અને મારી પત્નીના ખાતામાં 29 લાખ રૂપિયા છે. દીકરીના લગ્નમાં કોઈ પણ પ્રકારની ખામી આવી જોઈએ નહીં.
જેની પાસેથી પૈસા લેવાના છે તે પૈસા આપી દેશે. દીકરીના લગ્નમાં 50 લાખથી 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરજો. બધા મને માફ કરજો. સંજયએ આ પગલું શા માટે ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસ પરિવારના તમામ સભ્યોના નિવેદન લેશે અને ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ સંજયના આ પગલું ભરવા પાછળનું કારણ જાણવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો