હાલમાં કાળજું કંપાવી દેનારી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં દાદી અને પૌત્રનું રીબાઇ રિબાઈને મોત થયું છે. બંનેનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર 9 ફૂટ ઊંચી દીવાલ નીચે દાદી અને પૌત્ર દબાઈ ગયા હતા.
દિવાલ નીચે દબાઈ જવાના કારણે બંનેના ઘટના સ્થળે મોત થયા હતા. આ ઘટના કાનપુરમાં મંગળવારના રોજ બની હતી. આ ઘટનામાં 10 ફૂટ લાંબી અને 9 ફૂટ ઊંચી દિવાલ અચાનક જ તૂટી પડતા ગંભીર અકસ્માતની ઘટના બની હતી. દિવાલ તૂટીને પડી ત્યારે ત્યાં હાજર લોકોને તો પહેલા કાંઈ સમજાયું નહીં. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ ઝડપથી દિવાલનો કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું.
પરંતુ ત્યાં સુધીમાં તો દિવાલને નીચે દબાઈ ગયેલા બંને લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. મળતી માહિતી અનુસાર આ દીવાલમાં કોઈ પણ થાંભલો ન હતો. પરિવારના બે સભ્યોના એક જ સાથે દર્દનાક મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ માં જોઈ શકો છો કે મોહલ્લામાં બાળકો દિવાલ પાસે રમી રહ્યા છે. દિવાલના કિનારે 60 વર્ષના દાદી ખુરશી પર બેઠેલા જોવા મળી રહ્યા છે.
જ્યારે 7 વર્ષનો પૌત્ર કૃણાલ બાઉન્ડ્રી વોલને અડીને આવેલા ગેટ પર ઝુલતો જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ 10 ફુટ લાંબી દિવાલ ધરાશાયી થઈ હતી. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, 7 વર્ષનો કૃણાલ દિવાલના ગેટ પર ઉપર ચડીને હીચકા ખાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે અચાનક જ દિવાલ તૂટી પડી હતી.
અરે અરે ગઈ..! અચાનક જ 9 ફૂટ ઊંચી દિવાલ તૂટી પડતા, દાદી અને 7 વર્ષના પૌત્રનું એક સાથે તડપી તડપીને મોત… જુઓ લાઈવ મૃત્યુનો ભયંકર વિડિયો… pic.twitter.com/zMjbzKIhsO
— GUJJU ROCKZ (@gujju_rockz) February 1, 2023
જેના કારણે 7 વર્ષનો કૃણાલ અને નજીકમાં ખુરશી ઉપર બેઠેલા દાદી દીવાલની નીચે દબાઈ ગયા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકો દિવાલનો કાટમાળ હટાવે તે પહેલા તો દાદી અને પૌત્રનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment