હાલ તો આપણી સમક્ષ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં બ્યુટી ક્રીમ ટ્યુબમાંથી સોનુ મળી આવ્યું. તેની વિસ્તૃતમાં ચર્ચા કરીશું તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો ત્યારે આ કિસ્સો જયપુર એરપોર્ટ પર સોનાની તસ્કરીનો છે જેમાં એક યુવકે કોસ્મેટિક આઈટમની ત્રણ અલગ અલગ ટ્યુબમાં સોનાના સાત રોડ લઇ છુપાવીને તેને લઈને જયપુર પહોંચ્યો હતો.
વાત જાણે એમ છે કે યુવક કોસ્મેટિક આઈટમ જેવી કે બ્યુટી ક્રીમ એવી ત્રણ ટ્યુબમાં સોનાના સાત રોડ લઇ જયપુર આવી પહોંચ્યા ત્યારે કસ્ટમ વિભાગની ટીમે એ સોનાના રોડ જપ્ત કરી 145.26 ગ્રામ વજન ધરાવતા જેની કિંમત આશરે 7,50,000 આપવામાં આવી. આવી ચૂકાવનારી બાબત જેમાં એક યુવક સોનાના સાત રોડ છુપાવીને જયપુર આવી પહોંચ્યો કે તેને તરત જ કસ્ટમ વિભાગ દ્વારા સોનાના રોડ સાથે તેને પણ પકડી પાડવામાં આવ્યા.
જાણવા મળ્યું કે કસ્ટમ ના આસિસ્ટન્ટ કમિશનર ભારત ભૂષણ દ્વારા કે આરોપી યુવક કે જે ચૂલું જિલ્લાનું રહેવાસી છે. તે રવિવારની સવારે indigo ની ફ્લાઈટ થી દોહાથી મુંબઈ પહોંચ્યો હતો. જ્યારે તેણે મુંબઈથી ફ્લાઇટ બદલી તે એર ઇન્ડિયા મારફતે રવિવારે બપોરે દોઢ વાગે જયપુર પહોંચતાની સાથે જ તેને પકડી પાડવામાં આવ્યો હતો.
અને તેની સાથે રહેલા એ સોનાના સાત રોડ કે જેણે બ્યુટી ક્રીમ ટ્યુબમાં છુપાવીને લાવેલો તેને પણ જપ્ત કરવામાં આવ્યા. જ્યારે એ બેગ ખોલવામાં આવી ત્યારે બેગમાંથી નીકળેલી એ કોસ્મેટિક આઈટમ કે જેને ચાકુ વડે કાપતાની સાથે જ સમગ્ર ઘટના સામે આવી હતી.જેમાં તેણે ગોલ્ડ રોડના કરેલા નાના નાના ટુકડા જપ્ત કરી લેવામાં આવ્યા.
એવામાં જાણવા મળ્યું હતું કે એ યુવક દોહામાં મજૂરી કરે છે અને તેને એક પરિચિત તે બાલટી આપી હતી. જેમાં તેને ચોકલેટ તથા કોસ્મેટિક ક્રીમ લઈ જવા કહ્યું હતું. પરંતુ તેમને એ વાતને જાણ ન હતી કે આ કોસ્મેટિક ટ્યુબમાં ગોલ્ડ રોડ રાખવામાં આવ્યા છે. એ યુવકની બેગ જ્યારે એક વખત સ્કેન કરવામાં આવી ત્યારે મશીનમાં પણ ગોલ્ડ ડિટેક્ટ થઈ શક્યા ન હતા.
તેના કારણથી જ તે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ જ્યારે તેણે ફ્લાઇટ બદલી તો તેને પકડી પાડ્યા નહીં અને જ્યારે વ્યાપક પ્રમાણમાં એક્સરે મશીનમાં એ બેગની તપાસ કરવામાં આવી કે તરત જ બ્લેક સ્પોટ દેખાવા લાગ્યા અને વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર બાબત સામે આવી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment