માં મોગલ ની કૃપાથી સુરતના આ બહેનના દીકરાનું કિડનીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું, બહેન 5151 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

Published on: 6:59 pm, Mon, 18 July 22

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે જ્યારે ભક્તોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેઓ માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

સાચા દિલથી માં મોગલ ને માનો તો માં મોગલ પણ રાજી રાજી થઈ જાય છે અને સાથે ભક્તોનું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે. સાંભળ્યું છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક યુવતી પોતાના બાળક માટે માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામ ના મંદિરે આવી પહોંચી છે.

ત્યારે તમે પણ એ કિસ્સો સાંભળીને કહી શકશો કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એટલે જ માં મોગલ તમારી માનતા સાંભળી છે. કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એક યુવતી પોતાની માનતાપુરી કરવા માટે અહીં આવી ત્યારે મણીધર બાપુના આશીર્વાદ લીધા મણિધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માતા હતી.

ત્યારે યુવતીએ કહ્યું કે પોતાના બાળકને એક કિડની ફેલ હોવાથી તેની માટે ઘણા સમયથી વારો આવતો ન હતો ત્યારે વારો આવતાની સાથે જ પોતાના બાળકને સફળ ઓપરેશન બાદ માં મોગલ ની માનતા પૂરી કરવા માટે માં મોગલ ના ચરણે 5151 અર્પણ કર્યા.

એવામાં જ મણીધર બાપુએ 5,151 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલ ની તારી 51 ગણી માનતા સ્વીકારી છે અને આ રૂપિયા તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે માં મોગલની કોઈ દાન ભેટ ની જરૂર નથી માં મોગલ પર માત્ર વિશ્વાસ રાખો એટલે માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

યુવતીએ પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે પોતાના બાળકને લઈને કબરાઉધામ આવીને માં મોગલ ધામના ચરણે 5151 અર્પણ કર્યા હતા ત્યારે મણીધર બાપુએ કહ્યું હતું કે આ કોઈ ચમત્કાર નથી. પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો. માં મોગલ તો ભક્તોના ભાવના ભૂખ્યા છે તેમને કોઈ આવા દાન ભેટની જરૂર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલ ની કૃપાથી સુરતના આ બહેનના દીકરાનું કિડનીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું, બહેન 5151 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*