Hoofed leopard: સોશિયલ મીડિયા પર દરરોજ અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. તમે ઘણા એવા વિડિયો જોયા હશે જેમાં વન્ય પ્રાણીઓ વિસ્તારમાં શિકારની શોધમાં ઘૂસી આવતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક ખૂંખાર દીપડો શિકારની(hunting) શોધમાં રેણાક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો.
પછી દીપડાએ ખાટલા ઉપર સૂતેલા એક વ્યક્તિ પાસે જઈને કંઈક એવું કર્યું કે વિડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે. વાયરલ થઇ રહેલો વિડિયો પુણેમાંથી સામે આવી રહ્યો છે. મહારાષ્ટ્રના પુણ્યમાં એક માણસને એક પુત્ર બહાર સૂઈ રહ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે એક ખૂંખાર નીકળો ત્યાં આવી પહોંચે છે.
દિપડો ધીમે ધીમે ખાટલા ઉપર સૂતેલા વ્યક્તિ અને જમીન પર સૂતેલા કુતરા તરફ આગળ વધે છે. દીપડો એકદમ કૂતરાની નજીક પહોંચીને તેની ઉપર પ્રહાર કરીને તેને પોતાના જબડામાં પકડીને પોતાની સાથે લઈ જાય છે. ખાટલા ઉપર સૂતેલો વ્યક્તિ કાંઈ સમજે તે પહેલા તો દીપડો ત્યાંથી ચાલ્યો ગયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 14 મે ના રોજ બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કલ્યાણ-અમદાનગર હાઇવે ઉપર જ્ઞાનેશ્વર મૌલી બોડી બિલ્ડર્સ નામનું રીપેરીંગ ગેરેજ આવેલું છે. 14 તારીખના રોજ રાત્રિના સમયે ગેરેજનો માલિક અને તેનો પાલતુ કૂતરો ગેરેજની બહાર સુતા હતા.
ત્યારે રાત્રે 2.30 વાગ્યાની આસપાસ વાહનોની વચ્ચેથી એક ખૂંખાર દિપડો બહાર આવે છે અને અચાનક જ તે જમીન પર સૂતેલા કુતરા ઉપર પ્રહાર કરે છે. કૂતરો ભસે તે પહેલા તો દીપડો તેનો શિકાર કરીને ત્યાંથી ભાગી જાય છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
पुणे में तेंदुए का खौफ, बाल बाल बचा युवक, कुत्ते को ले गया तेंदुआ… pic.twitter.com/ajufxw5b2G
— Rajan Agrawal (@rajanagrawall) May 16, 2023
વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વિડીયો વાયરલ થતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વિટર પર Rajan Agrawal નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment