હે બાપા..! એક સાથે 6 મકાન તૂટી પડતા પિતા અને બે દીકરીઓ કાટમાળની નીચે દટાઈ ગયા, પિતાની નજરની સામે 4 વર્ષની માસુમ દીકરીનું મોત…

ગુરૂવારના રોજ સવારે બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી રહી છે. ગુરૂવારના રોજ આગરામાં સિટી સ્ટેશન રોડ પર ખોદકામના કારણે 6 મકાન ધરાશાયી થયા હતા. આ ઘટનામાં એક પિતા અને તેની બે દીકરીઓ કાટમાળની નીચે દટાઈ ગયા હતા. સમગ્ર ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનામાં કાટમાળની નીચે 4 વર્ષની માસુમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે મૃત્યુ પામેલી દીકરીના પિતા અને તેની બહેનને સુરક્ષિત રીતે કાટમાળની નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘરની પાછળ ખોદકામ ચાલી રહ્યું હતું આ કારણસર આ મોટી દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર એક ધર્મ શાળાના ભોયરામાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગુરુવારના રોજ સવારે અચાનક ઘટના સ્થળે એક આંચકો આવ્યો હતો. જેના કારણે 6 મકાનમાં રહેતા મોટેભાગના લોકો બહાર નીકળી ગયા હતા. થોડીક વાર બાદ અચાનક જ એક સાથે 6 મકાન ધરાશાયી થયા હતા. આ ઘટનામાં વિવેક નામના વ્યક્તિ અને તેની બે દીકરીઓ કાટમાળની નીચે દબાઈ ગયા હતા. ત્રણેયને બહાર કાઢવામાં આવે તે પહેલા 4 વર્ષની રુસાલી નામની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જ્યારે પિતા વિવેક અને દીકરી વૈદેહીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પિતાની હાલત નાજુક છે. જ્યારે દીકરીને સામાન્ય ઇજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહી બહાદુર વિશ્વંભરી નાથની ધર્મશાળા સીટી રોડ ઉપર આવેલી છે.

ધર્મશાળાના બિલ્ડર અને ટ્રસ્ટ રાજુ મહેરા એક હીરાના વેપારી છે. ધર્મશાળાને છેલ્લા 6 મહિનાથી શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવા માટે તેના ભોયરામાં ખોદકામ કરવાનું કામકાજ ચાલી રહ્યું હતું. અનેક ઊંડા ખાડા ગાળવામાં આવ્યા હતા. જ્યારે ગુરૂવારના રોજ ધર્મશાળા ની પાછળ આવેલા છ મકાન અચાનક જરાસાઈ થઈ ગયા હતા. આ ઘટનામાં એક ચાર વર્ષની માસુમ દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર ઘટનાનો અડધો કલાક થયા બાદ કાટમાળની નીચે દબાયેલા પિતા વિવેક અને દીકરી વૈદેહીને બહાર કાઢવામાં આવ્યા હતા. બે કલાક બાદ નીચે દબાયેલી ચાર વર્ષની રુસાલી દીકરીને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*